મહેસાણાઃ વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે, સેસન્સ કોર્ટ દ્વારા તેને મોટો ફટકો પડ્યો છે. આર્થિક ગુનો હાવાથી સાક્ષીઓને તોડવાનો ભય હોવાની દલીલ સરકારી વકીલ વિજય બારોટે કરી હતી. જેને માન્ય રાખવામાં આવી છે. તો બીજી બાજુ વિપુલ ચૌધરીના વકિલે ગુનામાં ખોટી રીતે સંડોવણી કરાઈ હોવાની દલીલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ACBએ એકપછી એક પત્તા ખોલ્યા
ચૌધરી પરિવારનાં 800 કરોડ રૂપિયાનાં કથિક કૌભાંડમાં હવે એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા એક પછી એક પત્તા ખોલવાની શરૂઆત કરી છે. ચૌધરી પરિવારનાં 21 અને તેમના દ્વારા સ્થાપિત કંપનીઓનાં 66 બેન્ક એકાઉન્ટની વિગતોની તપાસમાં ચોંકાવનારા આર્થિક વ્યવહારોના ખુલાસા થયા છે. દીકરાનાં નામે 8 કરોડ રૂપિયાનું ટેક્સાસમાં ઘર ખરીદવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી હતી. જેના પગલે હવે આ કેસમાં ઇડી દ્વારા પણ તપાસ કરવામાં આવશે.
લુકઆઉટ નોટિસ માટેની કાર્યવાહી
વિપુલ ચૌધરીના ફરાર દીકરા અને તેમની પત્ની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિપુલ ચૌધરી દ્વારા સ્થાપિત 4 કંપનીઓ તો માત્ર કાગળ પર જ હતી. તેના આઇટી રિટર્ન ભરવામાં આવે છેપણ આ કંપનીની કોઇ ઓફીસ જ નથી. 26 પાનકાર્ડના આધારે IT પાસેથી પણ વિગતો મંગાવવામાં આવી હતી. આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો, ઇડી અને આઇટી દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવશે.
ચૌધરી પરિવારના 21 સહિત કુલ 60 બેન્ક એકાઉન્ટની તપાસ
એસીબી ડીવાયએસપી આશુતોષ પરમારના અનુસાર, વિપુલ ચૌધરીના ખાતા તપાસમાં અનેક ઘટસ્ફોટો ઘયા છે. ચૌધરીના 5 બેંક એકાઉન્ટમાંથી 250 કરોડનાં વ્યવહારો થયા છે. વિપુલ ચૌધરીના પોતાના 5, પત્નીના 10 અને પુત્રના 6 એકાઉન્ટ સહિત કુલ 66 બેન્ક એકાઉન્ટની તપાસ ચલાવાઇ રહી છે. આ ઉપરાંત તેના બેંક લોકરની પણ તપાસ કરાઈ શકે છે. ઇન્કમટેક્સ પાસે અનેક માહિતી છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. પત્ની અને પુત્ર ફરાર છે હાલ તે વિદેશ ન ભાગી જાય તે માટે લુકઆઉટ નોટિસની કાર્યવાહી પણ ચાલી રહી છે.
ADVERTISEMENT