વાસદ બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત, ગાડીનું પડીકું વળી ગયું; 3 લોકોના ઘટનાસ્થળે મોત

આણંદઃ વાસદ બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ધર્મજ ગામ નજીક આવેલી ફાર્મા કંપની પાસે ઈકો કાર પૂર ઝડપે કન્ટેનર…

gujarattak
follow google news

આણંદઃ વાસદ બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ધર્મજ ગામ નજીક આવેલી ફાર્મા કંપની પાસે ઈકો કાર પૂર ઝડપે કન્ટેનર પાછળ ઘૂસી ગઈ હતી. જેના પરિણામે ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્થાનિકો પણ હચમચી ગયા હતા. આ અકસ્માતમાં ગાડીનું પડીકું વળી ગયું છે. જ્યારે 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

ઈકો ગાડીનો ગંભીર અકસ્માત
વાસદ બગોદરા હાઈવે પર ફાર્મા કંપની પાસે ઈકો ગાડી પૂર ઝડપે કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. જેના પરિણામે ગાડીનો ફ્રન્ટ ભાગનો ચૂરો બોલી ગયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 3 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતના પગલે સ્થાનિકો પણ ત્યાં મદદે દોડી આવ્યા હતા.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો
આ ગંભીર અકસ્માતમાં મોતનો આંકડો વધી શકે એવી માહિતી પણ મળી રહી છે. આના પગલે પોલીસ પણ અત્યારે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયેલા ઈજાગ્રસ્તોની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

With Input: હેતાલી શાહ

    follow whatsapp