રાજકોટ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાત પ્રવાસે છે. આગામી 1લી અને 2જી જૂને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ પહેલા જ રાજકોટમાં પોતાને ભગવાન વિષ્ણુનો ‘કલ્કિ અવતાર’ બતાવતા રમેશચંદ્ર ફેકરે બાગેશ્વર બાબાને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને તેમની પાસે ખાસ સિદ્ધિ હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
સરકારી ખાતામાં મહત્વની ફરજ બજાવી ચૂકેલા અને પોતાને ભગવાન વિષ્ણુનો અવતાર માનતા રાજકોટના રમેશચંદ્ર ફેફરે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કથિત કલ્કી અવતારે ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી કહ્યા છે અને તે પૈસા બનાવવા માટે કથાકાર તરીકે કામ કરતા હોવાનું તથા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્રોણનો અવતાર હોવાનું કહ્યું છ. જે મર્યા બાદ નર્કમાં હતો. આ સાથે વધુમાં કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે જે કરે છે તે તેમની સિદ્ધિ છે, પરંતુ હવે તેની શક્તિ તૂટી રહી છે. તે સિદ્ધિનો ઉપયોગ કરીને બધી વસ્તુઓ જાણી શક્તા હોય છે.
નોંધનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલાથી જ તેમનો અનેક લોકો વિરોધ કરી ચૂક્યા છે. સુરત, અમદાવાદ, રાજકોટમાં તેમના ચમત્કારની સામે ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો. જે બાદ રાજકારણ ગરમાયું હતું. ત્યારે હવે પોતાને કલ્કી અવતાર માનતા પૂર્વ સરકારી કર્મચારીએ જ તેમની સામે બાંયો ચઢાવી છે.
ADVERTISEMENT