ગાંધીનગર : ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને 11 ટર્મથી ધારાસભ્ય રહેવાનો રેકોર્ડ ધરાવતા મોહનસિંહ રાઠવાએ આખરે ભાજપમાં જોડાઇ ગયા હતા. પોતાના દિકરા રાજેન્દ્ર રાઠવા અને રણજીત રાઠવા પણ ભાજપમાં જોડાયા હતા. રણજીત રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. સહકારી ક્ષેત્રમાં રણજીત રાઠવાનો દબદબો માનવામાં આવે છે.
ADVERTISEMENT
મોહનસિંહ રાઠવા 50 વર્ષની રાજનીતિનો અનુભવ ધરાવે છે. તેઓએ 51 માં વર્ષે ભાજપમાં કેસરિયા કર્યા હતા. મોહનસિંહે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ પાર્ટી લાંબા સમયથી સારૂ કામ કરી રહી છે. પીએમ મોદી વિશે મને ખુબ જ આદર છે. મારૂ ભગવાનની મુર્તિ આપીને સ્વાગત કરવામાં આવ્યું તે મોટી વાત છે. મારી લાગણી લાંબા સમયથી હતી પરંતુ આજે મે પગલું ભર્યું હતું.
અત્રે ઉલ્લેખીય છે કે, તેમણે દિલીપ સંઘાણીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સંઘાણીજીએ મારુ માર્ગદર્શન કર્યું અને તેના કારણે મે આ નિર્ણય લીધો હતો. મારી એક લાગણી થઇ એટલે મે ભાજપ સાથે જોડાણ કર્યું છે. ગુજરાતમાં ભાજપ દ્વારા આદિવાસીઓનું કલ્યાણ કરનારી યોજનાઓ જાહેર કરી અને મારુ મન થયું અને મે જોડાણ કર્યું હતું.
ADVERTISEMENT