અમદાવાદઃ મેટ્રોમાં ખોવાઈ લાખોની ગોલ્ડ ચેઈન, ગાર્ડે શોધી આપી

અમદાવાદઃ અમદાવાદ મેટ્રો ટ્રેનમાં ઘણી વખત લોકોના પર્સ, મોબાઈલ સહિતની ઘણી કિંમતી વસ્તુઓ ખોવાઈ કે ભુલાઈ જતી હોય છે, ખાસ કરીને જ્યારે છેલ્લા સ્ટેશન પર…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદ મેટ્રો ટ્રેનમાં ઘણી વખત લોકોના પર્સ, મોબાઈલ સહિતની ઘણી કિંમતી વસ્તુઓ ખોવાઈ કે ભુલાઈ જતી હોય છે, ખાસ કરીને જ્યારે છેલ્લા સ્ટેશન પર સફાઈ અને તપાસ થાય ત્યારે આવી વસ્તુઓ મળતી હોય છે. મેટ્રો તંત્ર દ્વારા ઘણી વખત આવી વસ્તુઓને પાછી પણ આપી દેવાઈ છે. મૂળ માલિક વસ્તુ ખોવાઈ ગયા પછી અવારનવાર તેની તપાસ કરવા અહીંની ઓફિસે આવતા હોય છે અને તેઓ પોતાના અને વસ્તુ સાથેના કેટલાક પુરાવાઓ આપે ત્યારે આ બાબતને લઈને તંત્ર તેમને વસ્તુ મળેલી હોય તો આપી દેતું હોય છે. ઘણા લોકોને આવી રીતે મોટા નુકસાનથી બચાવાયા છે. હમણાં જ એક મહિનાની સોનાની ચેઈન મેટ્રોની મુસાફરી દરમિયાન ખોવાઈ ગઈ હતી. 2 લાખની અંદાજીત કિંમત ધરાવતી ટ્રેન શોધવામાં મહિલાને પરસેવો છૂટી ગયો હતો. જોકે સિક્યુરિટી ગાર્ડે તેમને મદદ કરી હતી અને ચેઈન પાછી આપી હતી.

મહિલા મુકાઈ ગઈ ચિંતામાં, સિક્યુરિટી ગાર્ડે ચેઈન મળતા જમા કરાવી
અમદાવાદના મેટ્રોના લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં ઘણી બધી વખત લોકોને મદદ થાય તે રીતે તેમની કિંમતી વસ્તુઓ પાછી મળી છે. આ મહિલાની એક સોનાની ચેઈન ખોવાઈ ગઈ હતી. થલતેજ સ્ટેશન પર ઉતર્યા પછી મહિલાને તેની સોનાની ચેઈન ખોવાઈ છે. લગભગ 2 લાખની કિંમત ધરાવતી આ ચેઈન ખોવાઈ જતા મહિલા ખુબ ચિંતામાં મુકાઈ ગઈ હતી. તે મેટ્રોના લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં ગઈ અને આ બાબતની જાણ કરી હતી.

લોહીનું સગપણ રઝળતું રહ્યું અને મુસ્લિમ ભાડૂઆત બન્યો 85 વર્ષના વૃદ્ધાનો આધાર

દરમિયાન મેટ્રો સિક્યુરિટી અધિકારીએ બંદોબસ્ત ગોઠવેલો હતો. તેમણે ઘણી વસ્તુઓ ગુમ થતી હોઈ મેટ્રો જ્યારે છેલ્લા સ્ટેશન પર પહોંચે ત્યારે સિક્યુરીટી કર્મચારીઓ ચેકિંગ કરતા હોય છે. ચેઈન મળતા તેમઓણે સ્ટેશનને જાણ કરીને જમા કરાવી દીધી હતી. આ તરફ મહિલાની વસ્તુ મળી જતા આઈડી પ્રુફ આપીને તે વસ્તુ મહિલાએ પાછી મેળવી હતી. આ તરફ મેટ્રોના સિક્યુરિટી જવાનની પણ પ્રામાણિકતાને બિરદાવવામાં આવી છે. તેના માટે તેમને લેટર ઓફ એપ્રિસિએશન આપવાનો નિર્ણય કર્યો છે.

    follow whatsapp