ગાંધીનગર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 29 મી જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી આયોજીત થશે. પરીક્ષા કેન્દ્રોની ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને પરીક્ષાની વિવિધ શાળાઓ અને કોલેજો ખાતે આયોજીત થશે. આ દરમિયાન જે જે જિલ્લામાં પરીક્ષા આયોજીત કરવામાં આવી હશે ત્યાં કલમ 144 લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT
પરીક્ષાના આયોજનમાં ગોટાળો ન થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ
પરીક્ષાનું સુચારુ રીતે આયોજન થાય કોઇ પ્રકારનું અવ્યવસ્થા ન સર્જાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને કોઇ ગોટાળો ન થાય તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ની કલમ 144 પરીક્ષા કેન્દ્રો પર લાગુ કરવામાં આવશે. જેથી પરીક્ષા કેન્દ્રોની આસપાસ કોઇને પણ ઉભા નહી રહેવા દેવામાં આવે.
200 મીટરના વિસ્તારને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પ્રતિબંધિત કરાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર અને જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં જે કેન્દ્રમાં પરીક્ષા આયોજીત થવાની છે કે પરીક્ષઆ કેન્દ્રોની અંદર તથા આસપાસના 200 મીટરની ત્રિજ્યામાં કોઇ પણ વ્યક્તિ મોબાઇલ, પેજર, સેલફોન, કાર્ડલેસ ફોન, કેલ્કયુલેટર, સ્માર્ટ વોચ, ટેબલેટ, સ્માર્ટ પેન કે અન્ય કોઇ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ નહી કરી શકે.
ADVERTISEMENT