ગાંધીનગર: ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે સતત આગળ વધી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં કદમથી કદમ મિલાવવા પણ સજજ થશે. ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભા ગૃહમાં સર્વસંમતિ સાથે વિદેયક પસાર કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે 5 નવી યુનિવર્સીટી પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક 2023 અંતર્ગત રાજ્યમાં પાંચ ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ હાલ સુધી રાજ્યમાં 103 યુનિવર્સીટી હતી જે વધીને રાજ્યમાં હવે કુલ 108 યુનિવર્સીટીઓ થશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને લઈ સતત પગલાં લઈ રહ્યા છે. ત્યારે હવે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભામાં 5 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં સરકારી કરતાં ખાનગી યુનિવર્સિટી વધવા લાગીછે. રાજ્યમાં કુલ 108 જેટલી યુનિવર્સિટી છે. ત્યારે હવે ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે વિકસી રહ્યું છે.
આ યુનિવર્સિટીને આપવામાં આવી મંજૂરી
અમદાવાદની સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટને ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસ માટે સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીને મંજૂરી અપાઈ છે. ભાવનગરના જ્ઞાનમુદ્રા એજ્યુકેશન ફાઉન્ડેશનની જ્ઞાનમંજરી યુનિવર્સિટીને, વડોદરા વાઘોડિયાની સિગ્મા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ગ્રૂપને સિગ્મા યુનિવર્સિટીને મંજૂરી આપી, વાપીના રોટરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન ગ્રૂપને રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની મંજૂરી અને સાણંદમાં મહાવીર એજ્યુકેશન ટ્રસ્ટની કે.એન.યુનિવર્સિટીને મંજૂરી અપાઈ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT