ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડે નવી 68 માધ્યમિક શાળાઓને લીલીઝંડી આપી છે. બોર્ડ દ્વારા વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખતા આ નવી શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જોકે મંજુર થયેલી શાળાઓમાં મોટાભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમની શાળાઓ છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે બોર્ડ સામે 234 અરજીઓ નવી શાળાઓ શરૂ કરવા માટેની આવી હતી. જેમાંથી 68 અરજીઓને મંજુર કરવામાં આવી છે.
ADVERTISEMENT
કર્ણાટકનો કિંગ કોણ? ભાજપ, કોંગ્રેસ કે જેડીએસ… આજે નક્કી કરશે મતદારો
ખાનગી શાળાઓને લીલીઝંડી
ગુજરાતમાં ખાનગી શાળાઓ બિલાડીની ટોપની જેમ ઊભી થઈ રહી છે, ખાનગી શાળાઓની અધધધ ઈનકમ પણ હવે ધ્યાનમાં આવવા લાગી છે. હાલમાં ગુજરાતમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની 234 અરજીઓ આવી હતી જેમાંથી 166 અરજીઓને ફગાવી દેવાઈ છે જ્યારે 68 અરજીને લીલીઝંડી અપાઈ હતી. આ અરજીઓાં મોટાભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમની છે જ્યારે ગુજરાતી માધ્યમમાં ઓછી શાળાઓ છે. બોર્ડ દ્વારા વિવિધ માપદંડોને આધારે શાળાઓને મંજુરી આપવામાં આવી છે.
ADVERTISEMENT