વડોદરા : જિલ્લાની ભાજપ શાસિત ડભોઇ નગરપાલિકામાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા 32 સફાઇ કર્મચારીઓની ભરતીમાં 3થી 7 લાખ રૂપિયાની ઉઘરાણી કરીને ભાજપના હોદ્દેદારો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓના સગાઓની વિનામુલ્યે ભરતી કરવામાં આવી હોવાનો તથા પરંપરાગત રીતે સફાઇ કરતા વાલ્મિકી સમાજ તથા નગરપાલિકાના રોજમદારોને અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અર્જુન મોઢવાડીયાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદમાં આક્ષેપો કર્યા કે, સફાઇ કર્મચારી તરીકે ભરતી થયેલા ઉમેદવારોમાં ભાજપના આગેવાનો અને સંબંધીઓ છે. બિરેન શાહના પસંદ થયેલા ઉમેદવાર મયુર અભેસિંહ ચુનારા પાસેથી 1.75 લાખની ઉઘરાણી કરતી ટેલીફોનિંગ ઓડીયોની ક્લીપ પણ રજુ કરી હતી. દસ્તાવેજી પુરાવાઓ પ્રમાણે 32 માંથી 27 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરીને નિમણૂક અંગેના હુકમો આપી દેવાયા હતા. જ્યારે પાંચ ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં મુકી દેવાયા હતા. ચુંટાયેલા 27 પૈકી 9 ભાજપના ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારોના પરિવારજનો છે.
જો કે ઓડિયો ક્લિપ પરથી કોઇ પાર્ટી ફલિત નથી થતી
હાલ તો આ ઉઘરાણા કરતા હોય તેવી ઓડિયો ક્લિપ ખુબ જ વાયરલ થઇ રહી છે. જો કે આમાં ભાજપ કે કોંગ્રેસ કે આપ કે અન્ય કોઇ પણ રાજકીય વ્યક્તિની સ્પષ્ટતા નથી. જો કે હાલ તો કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ભાજપને ઘેરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ પર ખુબ જ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT