હેતાલી શાહ.ખેડાઃ હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સાથે જ ખેડૂતોને પણ સિંચાઈનુ પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સેવાલીયા બજાર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્કની એ શાખામાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે બેન્કની કામગીરી ખોટકાઈ હતી.
ADVERTISEMENT
આણંદમાં યુવાનને બાથરૂમમાં જ આવી ગયો એટેક, દરવાજો તોડ્યો તો…
સવારથી જ ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ
સવારથી જ ખેડા જિલ્લાના નડિયાદ, મહેમદાવાદ, માતર, ઠાસરા, સેવાલીયા, ગળતેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તો આણંદ જિલ્લાના આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ ,બોરસદ, ખંભાત, તારાપુર, પેટલાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ભારે વરસાદને કારણે કેટલાય નિચાણ વાળા વિસ્તારમાં વરસાદના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વાત કરીએ ખેડા જિલ્લાના સેવાલીયાની તો સેવાલીયામા સવારથી જ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા છે. જેને લઈ સેવાલીયા બજાર વિસ્તારમા આવેલી સ્ટેટ બેંકની શાખામાં વરસાદના પાણી ઘુસી જતા કર્મચારીઓને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. બેંકમાં વરસાદી પાણી ઘુસી જતા કર્મચારીઓએ તાત્કાલિક તમામ કિંમતી સામાન સુરક્ષીત જગ્યાએ ખસેડવો પડ્યો જેથી નુકસાનીથી બચી શકાય. એટલુ જ નહીં બધુ બેંકનું કામકાજ છોડી કર્મચારી પાણી કાઢવામાં લાગી ગયા છે. આ બેંકમાં બે દિવસમાં બીજી વાર વરસાદી પાણી ભરાતા કર્મચારીઓની સાથે સાથે ગ્રાહકોને પણ તકલીફ વેઠવી પડી છે.
ADVERTISEMENT