અમરેલીઃ સાવરકુંડલામાં માત્ર 20 જ મિનિટના સમયગાળા વચ્ચે એક પછી એક ત્રણ ભુકંપના આંકડાનો અનુભવ થતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘરો અને બાળકો શાળાઓમાંથી તુરંત દોડીને બહાર આવી ગયા હતા. ભુકંપના સતત ત્રણ આંકચાઓએ સ્થાનીકોની ચિંતામાં વધારો કરી દીધો છે કારણ કે અહીં ઘણા મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. પાકા મકાનોમાં પણ તિરાડ થઈ જતા લોકોના ચહેરા પર ભયની રેખાઓ દોડી આવી હતી.
ADVERTISEMENT
એક મહિનામાં 30થી વધુ આંચકા
સાંવરકુંડલાના મીતીયાળા પંથકમાં ફરીથી ધરતીકંપ આવ્યો છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં વધુ એક વખત ભુકંપ આવતા ફફડાટ વ્યાપ્યો છે. અહીંના સરપંચ મનસુખ મોલાડિયાનું કહેવું છે કે ગામમાં ભુકંપના આંચકા ઘણા આવે છે. આજે અમે બે આંચકા અનુભવ્યા છે. ઉલ્લેખનીય છે કે માત્ર 20 મિનિટના અંતરમાં મીતીયાળામાં 1.25, 1.40 અને 1.43 એમ બપોરના ત્રણ આંચકાઓ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં 30થી વધુ આંચકા અનુભવાયા છે. સતત ગામમાં જાણે કે ભુકંપની અનુભૂતિ લોકોને ડરાવી રહી છે. જોકે તિવ્રતા એટલી ભયાનક અત્યાર સુધી તો દેખાઈ નથી પરંતુ નાના આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે. કોઈ મોટી ઘટનાના અણસાર તો નથી ને તે પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે.
રિક્ટર સ્કેલ પર ન નોંધાયા આંચકા
રિક્ટર સ્કેલ પર આ ભુકંપના આંચકાઓની માપણી થતી હોય છે. તંત્રને ધરતીકંપના આંચકાઓ આવવા છતા રિક્ટર સ્કેટનો આંચકો 2.5થી ઓછો હોવાથી જાણ થઈ નથી. મતલબ કે લોકોને જે આંચકો અનુભવાયો તે રિક્ટર સ્કેલ પર નોંધાયો નથી. કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા પણ જોકે આ ભુકંપના આંચકાઓ અંગે મીડિયાને જાણ કરવામાં આવી હતી.
(વીથ ઈનપુટઃ હિરેન રવૈયા, અમરેલી)
ADVERTISEMENT