ભાર્ગવી જોશી/જુનાગઢઃ ગુજરાતમાં સૌ પ્રથમ કોકોનેટ ડેવલોપમેન્ટ બોર્ડ ઓફિસની સ્થાપના જુનાગઢમાં કરવામાં આવી છે. તેવામાં હવે ગુજરાત કોકોનેટ ડેવલોપમેન્ટ અને બિઝનેસની નવી ઉંચાઈઓ સર કરશે. (2 સપ્ટેમ્બર) વર્લ્ડ કોકોનેટ ડે પર ગુજરાતમાં નવા ડેવલોપમેન્ટ બોર્ડની સ્થાપના કરાઈ છે. નોંધનીય છે કે હવે ગુજરાત કેસર કેરીના ઉત્પાદનની સાથે નારિયેળના ઉત્પાદનમાં પણ અગ્રેસર બનવા જઈ રહ્યું છે. તેવામાં આ બોર્ડની સ્થાપનાથી ગુજરાતના ખેડૂતોને નારિયેળના પાકનું ઉત્પાદન કવી રીતે કરવું અને ખેડૂતોને શું માર્ગદર્શન આપવું એની માહિતી અપાશે.
ADVERTISEMENT
જૂનાગઢના ખેડૂતોમાં આનંદો…
ખેડૂત રામજીભાઈએ કહ્યું કે નારિયેળનું ઉત્પાદન અમે પહેલા જરૂરિયાત પૂરતુ જ કરતા હતા. હવે આ વેપારી ધોરણે પણ મોટાપાયે ઉત્પાદન કરવુ અમારા માટે યોગ્ય રહેશે. તેવામાં બીજા ખેડૂત વિશાલભાઈ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે અમે સરળતાથી નારિયેળનું ઉત્પાદન કરી શકતા હતા પરંતુ એની ગુણવત્તાને જાણવવું મુશ્કેલ હતું. આના કારણે જ હવે આ બોર્ડના કારણે અમને વિગતવાર માહિતી તથા માર્ગદર્શન મળતુ રહેશે.
ખેડૂતો માટે કોકોનટ બોર્ડ આશિર્વાદ સમાન રહેશે
દર વર્ષે 25 હજાર હેકટરમાં નારિયેળનું મબલખ ઉત્પાદન કરતા ગુજરાતના જૂનાગઢ અને ગીર સોમનાથના ખેડૂતો હવે કેરળ કરતા પણ વધુ ઉત્પાદન કરી શકે એવા સક્ષમ થઈ ગયા છે. કારણકે ગુજરાતમાં દરિયાકિનારો સૌથી વધુ છે. જૂનાગઢની જ વાત કરીએ તો અહીં 15 હજાર હેકટરમાં નારિયેળનું ઉત્પાદન કરવામાં આવે છે. માંગરોળ નારિયેળના રોપા માટેનું એક માત્ર કેન્દ્ર છે જે હવે બોર્ડના માર્ગદર્શનથી વધુ સારા રોપા તૈયાર કરી શકશે. આમ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બનશે એમ સ્થાનિકો કહી રહ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગુજરાતમાં સૌ પ્રથમ વાર કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડ ઓફિસની સ્થાપના જુનાગઢ ખાતે કરવામાં આવી છે. આના કારણે હવે રાજ્ય નારિયેળના ઉત્પાદનમાં નવા શિખરો સર કરશે.
ADVERTISEMENT