ચૂંટણી પછી સરદારને ભાજપ ભૂલી ગયુંઃ પુણ્યતિથિ પર નવસારી કોંગ્રેસે આક્ષેપો સાથે કર્યા ફૂલહાર

નર્મદાઃ ભારતના મહાન નેતાઓની યાદ સામાન્ય લોકોથી માંડી નેતાઓને પણ ખાસ સમય ગાળા દરમિયાન જ આવતી હોય છે. લોહપુરુષ એવા સરદાર પટેલનું આજે 15 ડિસેમ્બર…

gujarattak
follow google news

નર્મદાઃ ભારતના મહાન નેતાઓની યાદ સામાન્ય લોકોથી માંડી નેતાઓને પણ ખાસ સમય ગાળા દરમિયાન જ આવતી હોય છે. લોહપુરુષ એવા સરદાર પટેલનું આજે 15 ડિસેમ્બર 1950માં હૃદય રોગના ગંભીર હુમલાને લઈને મુંબઈના બિરલા હાઉસમાં અવસાન થયું હતું. જોકે તેમની પુણ્યતિથિને નવસારીના પાલિકા શાસકો ભૂલી ગયા હોય તેમ આજે નવસારી વિજલપોર નગરપાલિકાના પરિસરમાં મુકાયેલી પ્રતિમા સાવ ધૂળ ધાણી હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રતિમાને સાફ કરવા ઉપરાંત ફૂલહાર કરવામાં આવ્યા હતા. સાથે જ ભાજપના શાસકોને સરદાર હવે સરદાર યાદ નથી તે મામલે ચાબખા માર્યા હતા.

સરદારના નામે સતત થતું રાજકારણ કેમ?
સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન તરીકે જ નહીં પરંતુ દેશના રજવાડાઓને એક કરવામાં મહત્વની ભૂમિકાને લઈને આજે પણ લોકોના દિલમાં વસેલા છે. નડિયાદમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન મુંબઈમાં 15 ડિસેમ્બર 1950માં થયું હતું. તેમના નામ પર આજે પણ રાજકારણ સતત ગરમ રહેતું હોય છે. આજે પણ ખાસ કરીને ગુજરાતમાં લોકોના મનમાં રહેલા તેમના પ્રત્યેના માન અને સમ્માનને લઈને નેતાઓ ખાસ તેમને યાદ કરવાનું ભુલતા નથી.

મહત્તમ સીટ જીત્યા પછી ભાજપ સરદારને ભૂલી ગઈઃ કોંગ્રેસ
નવસારી ખાતે પાલિકા કચેરીની બહાર સ્થાપવામાં આવેલી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જાણે તંત્ર સાવ ભૂલી ગયું હોય તેવો ઘાટ ઘડાયો હતો. સરદારની પ્રતિમા ખાસ કરીને આજે તેમની પુણ્યતિથિને લઈને સાફ સફાઈ પણ કરવામાં આવી ન હતી. મામલે શહેર પૂર્વ પ્રમુખ દીપક બારોટ, જગમલ દેસાઈ, નરેશ વલસાડિયા સહિતના આગેવાનોએ પ્રતિમાને જોતા તુરંત તેને સાફ કરીને ફૂલહાર કર્યા હતા. સાથે જ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે, સરદારના નામે વોટ લેનારી ભાજપ ગુજરાતમાં મહત્તમ વિધાનસભા સીટ જીત્યા પછી સરદારને ભૂલી ગઈ છે તેવું આજની ઘટનના પરથી જોઈ શકાય છે. સરદાર પટેલની ઊંચી પ્રતિમા બનાવીને દેશના શાસકોએ માત્ર તેમના નામે મત લીધા છે.

    follow whatsapp