સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં દર કલાકે 5 સેન્ટિમીટરનો વધારો

અમદાવાદ: આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે. વધુ વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો…

gujarattak
follow google news

અમદાવાદ: આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે. વધુ વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.  મધ્યપ્રદેશમાં વરસાદ પડતાં નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. નર્મદા ડેમની જળ સપાટી 132.74 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની જળ સપાટીમાં દર કલાકે 5 સેન્ટિમીટરનો વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક 1,38,854 ક્યુસેક થઈ છે. જળ સપાટી હજુ પણ વધી શકે છે. મધ્યપ્રદેશ વરસાદના કારણે આ વખતે ડેમ સંપૂર્ણપણે ભરાઈ શકે છે.

રાજ્યમાં 13 વર્ષમાં સૌથી વધુ પાણીની આવક
રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે. પાણીની આ આવક પાછળ ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા પાણીમાં વધારો થયો છે.

રાજ્યના ડેમની સ્થિતિ
કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે. જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રરની સ્થિતીએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકા પાણી છે.

સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે ર૦૬ જળાશયો છે તેમાંથી ૧૦૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૬૯, ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૧ર, ૭૦ થી ૮૦ ટકા સુધીના ૧૦ તેમજ પ૦ થી ૭૦ ટકા સુધીના ૩પ અને પ૦ ટકા સુધીના ૪૧ જળાશયોનો સમાવેશ થાય છે. જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના ૬ર જળાશયોમાં આગામી ઓગસ્ટ-ર૦ર૩ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. આ સાથે જ રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.

    follow whatsapp