Salangpur Hanumanji Temple: સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની નીચે વિવાદિત ભીંત ચિત્રોને મોડી રાત્રે હટાવી લેવામાં આવ્યા છે. જે બાદ માનવામાં આવતું હતું કે આ વિવાદ શમી ગયો, પરંતુ સંત સમાજ હજુ પણ આ મામલે નીચું જોખવા તૈયાર નથી અને લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. ચિત્રો હટાવ્યા બાદ પણ આજે લીંબડીમાં ગુજરાતભરમાંથી આવેલા સંત સમાજની બેઠક મળી રહી છે, જેમાં તેમની માગણીઓ પરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
ADVERTISEMENT
લીંબડીમાં મોટી સંખ્યામાં સંતો ઉમટ્યા
જ્યોતિનાથ મહારાજે કહ્યું કે, સમાધાન, એક મૂર્તિની વાત કરી, એક તક્તિ હટાવી લીધી, તેનાથી સમાધાન થતું નથી. સમાધાનની આખી આ લડાઈની અંદર તમે મૂળભૂત રીતે જુઓ તો વિશ્વ હિન્દુ પરિષદે તો એવું કીધું કે અમે આ મુદ્દામાં વિરોધ કરતા નથી. બીજા નંબરમાં આ પરમાત્માનંદજી આખી મીટિંગમાં કશુ બોલ્યા નથી, તો તમે બે ભાઈ લડ્યા હોય તો એક ભાઈને બોલાવીને સમાધાન કરો અને બીજાને પૂછો પણ નહીં, તો આવી રીતે સમાધાન અમને મંજૂર નથી. પરમાત્માનંદજીના લેટરહેડ પર થયેલા સમાધાનની જાહેરાત પણ અમને મંજૂર નથી. તમારે સમાધાન કરવું જ હોય તો અમને બોલાવો. સ્વામિનારાયણ સંપ્રદાયના લેટરપેડ પર લખીને આપો.
ચોપડીઓમાંથી વાંધાજનક વસ્તુ હટાવવા માંગ
તેમણે આગળ કહ્યું, આવી અધૂરી વાતો અમને મંજૂર નથી. દરેકે પોતાની રીતે અડૂક્યા દડૂક્યાની વાર્તા લખી છે, કાલ્પનિક વાર્તાઓની જેમ આ વાતો લખી છે, જેમાં દેવી-દેવતાઓનું અપમાન છે. તેમને સેવક બતાવ્યા છે, નોકર બતાવ્યા છે, દાસી બતાવ્યા છે, દાસ બતાવ્યા છે. આ બધું કાઢી નાખવામાં આવે અને જાહેર કરે કે અમે આ સાહિત્ય ખોટું લખ્યું છે અને અમારી ભૂલ છે. આ ગુનાહિત કૃત્ય છે અમને માફી આપો. ત્યાર પછી અમે આગળ વિચારીશું.
(સાજિદ બેલિમ)
ADVERTISEMENT