Chandipura Virus Infection : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધી 15 લોકોનાં મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે. ચાંદીપુરા વાયરસ માખી-મચ્છરના કારણે ફેલાઈ રહ્યો છે. ત્યારે ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી આખરે કેમેરામાં કેદ થઈ છે.
ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસ મોટાભાગે 14 વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળવી જરૂરી છે. આ વાયરસનો સામનો કરવા માટે હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી. સારવારના અભાવે આ રોગ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. જોકે, આ વાયરસ ચેપી નથી. સેન્ડ ફ્લાય માખીના કારણે ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે.
ચાંદીપુરાના મુખ્ય લક્ષણો
ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસના મુખ્ય લક્ષણોમાં હાઈગ્રેડ તાવ, ઉલ્ટી-ઝાડા, બેભાન થવું, માથાનો દુખાવો અને ખેંચ આવવી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો છે.
ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાય
- કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ
- માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો
- બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
- રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો
- મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે
આ પણ વાંચો: ચાંદીપુરા બન્યો ઘાતક! 24 કલાકમાં 4 બાળકોના મોત, રાજ્ય સરકારે તાત્કાલિક બોલાવી બેઠક
શું છે ચાંદીપુરા વાયરસ?
- ચાંદીપુરા વાયરસ સામાન્યપણે વરસાદની સિઝનમાં જોવા મળતો રોગ છે.
- જે રેત માંખ કરડવાથી થાય છે. તે RNA વાયરસ છે.
- આ વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાના કારણે ફેલાય છે.
- મચ્છરોમાં એડીસ મચ્છર તેના માટે જવાબદાર છે. તેનો મૃત્યુદર પણ સૌથી વધુ છે.
- ભેજયુક્ત વાતાવરણમાં વાયરસ ફેલાય છે.
- ગ્રામ્ય વિસ્તારમાં વાયરસ વધુ ફેલાય છે.
- માખી-મચ્છરના કારણે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે.
- 14 વર્ષ સુધીના બાળકોમાં ચેપ ફેલાઈ શકે છે.
- પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છે.
ADVERTISEMENT