પરણીત છે સલમાનખાન! બે લગ્ન બાદ ત્રીજા લગ્નની ફિરાકમાં હતો ને પોલીસે ઝડપી લીધો

નવી દિલ્હી : ગાઝિયાબાદમાં નાબાલિક હિન્દુ વિદ્યાર્થીનીના અપહરણનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ઘટના બાદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસે યુવતીને છોડાવવા ઉપરાંત મુખ્ય…

gujarattak
follow google news

નવી દિલ્હી : ગાઝિયાબાદમાં નાબાલિક હિન્દુ વિદ્યાર્થીનીના અપહરણનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ઘટના બાદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસે યુવતીને છોડાવવા ઉપરાંત મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. નાબાલિક હિન્દુ વિદ્યાર્થીનીઓને આોપી પોતાના એક અન્ય સાથીની મદદથી તરૂણીને ફોસલાવીને અપહરણ કરીને લઇ ગયો હતો અને તેની સાથે નિકાહ કરવાની તૈયારીમાં હતો.

યુવતીનું અપહરણ કરીને ભાગ્યો પરંતુ પોલીસે ઝડપી લીધો
અપહ્યત તરૂણીના પરિવારની ફરિયાદ બાદ પોલીસે ઉતરાખંડથી યુવતીને ઝડપી લઇને આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી પહેલા પણ બે યુવતીઓ સાથે લગ્ન કરી ચુક્યો છે. અપહરણ કરનારના અન્ય એક સાથીને પોલીસે પહેલા જ ઝડપીને જેલ મોકલવામાં આી ચુક્યો છે. આરોપીનું નામ સલમાન છે અને તે અમરોહનો રહેવાસી છે.

અમરોહનો રહેવાસી સલમાન લગ્નનો માસ્ટર માઇન્ડ
અમરોહનો રહેવાસી સલમાન ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કેશવ કુંજ, ગોવિંદપુરમમાં અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી અપાવવા માટે કન્સલ્ટન્સીની ઓફીસ ચલાવે છે. ધરપકડ કરાયેલો આરોપી સલમાન 26 વર્ષનો છે અને ગ્રેજ્યુએટ છે. આરોપી પહેલાથી જ 2 યુવતીઓ સાથે લગ્ન કરી ચુક્યા છે. જેમાં એક યુવતી હિન્દુ પણ છે. તેના ઉપરાંત તેનું અફેર પણ અનેક યુવતીઓ સાથે ચાલતું હતું.

આરોપી પહેલાથી લગ્ન કરી ચુક્યો છે
આરોપી પહેલાથી જ લગ્ન કરી ચુક્યો છે અને તેના બાળકો પણ છે. પોલીસના અનુસાર આરોપી અન્ય મહિલાઓના સંપર્કમાં પણ હતો. આરોપી સલમાન દ્વારા ગત્ત 14 ડિસેમ્બરે કવિનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય યુવતીનું અપહરણ કરીને પોતાની સાથે લઇ ગયો હતો. બંન્ને ઉતરાખંડના ઉધમપુરનગરમાં કાશીપુરમાં રહેતા હતા.

યુવતી સાથે પરાણે લગ્ન કરવાની ફિરાકમાં હતો
ધરપકડ કરાયેલા આરોપી સલમાન, અપહ્યત યુવતીની સાથે પરાણે લગ્ન કરવાની ફિરાકમાં હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને ઘટનાનો ખુલાસો કરી લીધો છે અને યુવતીને સકુશલ છોડાવી લેવાઇ છે. પોલીસે આ મુદ્દે સલમાનના સાથી મુર્શીદ નિવાસી ગઢમુક્તેશ્વર હાપુડને પહેલા જ ધરપકડ કરીને જેલ મોકલી દેવાયો છે.

માનવામાં આવી રહ્યું છે કે, આરોપી યોજનાબદ્ધ રીતે હિંદુ યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં ખબર પડી રહી છે કે, ક્યાંક તેઓ લવ જેહાદ જેવી ઘટનાને અંજામ આપનારા કોઇ ગેંગ સાથે જોડાયેલા નહોતા.

    follow whatsapp