દર્શન ઠક્કર.જામનગરઃ ટેસ્ટ ક્રિકેટરમાં ફાંકડી ફટકાબાજી માટે પ્રખ્યાત લેફટી બેટસમેન અને ઓલરાઉન્ડર સલીમ દુરાનીની ૮૯ વર્ષે અચાનક અવસાનના સમાચારથી જામનગરના ક્રિકટ અને રમત જગતમાં આઘાતની લાગણી વ્યાપી છે. જામ રણજીની ક્રિકેટ ભૂમિના પનોતા પુત્રને શહેરના ક્રિકેટર્સએ અભુતપુર્વ માન સાથે વિદાય આપી હતી.
ADVERTISEMENT
વિવિધ દિગ્ગજ ક્રિકેટર્સ-ચાહકો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા
અપરિણિત સલીમભાઈ પોતાના ભાઈ જહાંગીરભાઈના પરિવાર સાથે રહેતા હતા. તેઓના ભત્રીજા સાજીદભાઈએ જણાવ્યું હતું કે, શનિવારે મોડી રાત્રે ૩ વાગ્યા બાદ રોજાની તૈયારી માટે ઉઠેલા પરિવારજનોને તેઓ બેહોશ જણાતા પરિવારે ડોક્ટર બોલાવતાં ડોક્ટરે તેઓને મૃત ઘોષિત કર્યા હતા. આ સમાચાર મળતાં પુર્વ રણજી પ્લેયરો ચંદ્રશેખર બક્ષી, વામનભાઈ જાની સિનિયર ક્રિકેટર્સ નરેન્દ્ર રાયઠઠ્ઠા, જયપાલસિંહ જાડેજા, વિનુભાઈ ધ્રુવ સહિતનાઓ તેઓના નિવાસસ્થાન ગરીબનવાઝ સોસાયટી ખાતે પહોંચ્યા હતા. બાદમાં સાંજે તેઓની દફન વિધિ નાગેશ્વર રોડ ઉપર આવેલા ઢોલીયા પીર કબ્રસ્તાન ખાતે કરવામાં આવે તે પહેલા સિનિયર અને યુવા ક્રિકેટર્સ, અગ્રણીઓએ બંન્ને બાજુ ઉભા રહીને માનભેર વિદાય આપી હતી. તેઓની અંતિમયાત્રામાં જે વેળાએ શહેરના ક્રિકેટર્સ, સલીમભાઈના ચાહકો, શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજકેટની પરીક્ષા આપશે 1.30 લાખ વિદ્યાર્થીઓઃ આજે 626 શાળાઓમાં સઘન તૈયારીઓ
માનભેર અપાઈ વિદાય
ક્રિકેટર્સએ અને તેઓના જુના બે મિત્રોએ સલીમભાઈ સાથેના સંભારણા લાગણી સાથે વ્યક્ત કર્યા છે. સલીમ દુરાનીને યુવા ક્રિકેટર્સ સહિતના લોકોએ માનભેર વિદાય આપી હતી. તેઓની અંતિમ યાત્રા માં ભારતીય પૂર્વ ક્રિકેટર અજય જાડેજા પણ જોડાયા હતા. અજય જાડેજાને આ દુઃખદ સમાચાર મળતા જ તેઓ દિલ્હીથી સીધા ફ્લાઇટમાં રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને રાજકોટથી બાય રોડ તેઓ સીધા જામનગર આવ્યા હતા.
ADVERTISEMENT