નૌતમ સ્વામી પછી હવે અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષ કોણ? અમેરિકાથી અવિચલદાસ મહારાજનું નિવેદન- Audio

Salangpur Temple: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. તેમજ ભીંતોચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી…

gujarattak
follow google news

Salangpur Temple: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. તેમજ ભીંતોચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી છે. એવામાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ તરીકે નૌતમ સ્વામીને પદ પરથી હટાવવામાં આવ્યા છે અને આવતીકાલે એટલે કે 5 તારીખે લીમડીમા સંત સંમેલન મળવાનું છે. જેને લઈ હવે સતકેવલ ધામના જગદગુરૂ અવિચલદાસ મહારાજનું નિવેદન સામે આવ્યું છે. હાલ તેઓ અમેરિકા હોઈ ઓડીયોના માધ્યમથી સૌ સંતોને જણાવ્યું છે કે, ગુજરાતમાં જે ઘટનાઓ ઘટી રહી છે તેનાથી હું વ્યથિત છું. સંત સમિતિમાંથી નૌતમ સ્વામીને જવાબદારીમાંથી મુક્ત કરવા પડ્યા તેનાથી પણ વ્યથિત છું. લીબંડી ખાતે જે સંમેલનમાં મળવાનું છે તે અખિલ ભારતીય સંત સમિતિનું નથી. જે સંતોને એ સંમેલનમા જવું હોય તે જઈ શકે છે. પણ અધ્યક્ષ તરીકે કોઈની નિયુક્તિ કરી શકાશે નહીં.

નૌતમ સ્વામીના જવાથી ખાલી પડેલું અખિલ ભારતીય સંત સમિતિનું અધ્યક્ષ પદ

જગદગુરૂ અવિચલદાસ મહારાજની ઓડીયો ક્લીપ અનુસાર, “અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું જગતગુરુ અવિચલ દેવાચાર્ય કેવલ જ્ઞાનપીઠ , હાલ અમેરિકા પ્રવાસ પર છું. અને ગુજરાતમાં જે કઈ ઘટનાઓ ઘટી રહી છે, એનાથી હું વ્યથિત છું. સંત સમિતિમાં પણ જે નૌતમ સ્વામીનું રાજીનામું સંત સમિતિમાંથી જવાબદારીમાંથી મુક્ત કરવા પડ્યા, એનાથી પણ હું વ્યથિત છું. પણ બીજી એક વાત, કે મેં સાંભળ્યું કે પાંચ તારીખે જે લીમડી ખાતે સંત સંમેલન થઈ રહ્યું છે, એ અખિલ ભારતીય સંત સમિતિનું સંમેલન નથી. એ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિના સંતો જેમને વ્યક્તિગત રીતે જવું હોય, એમના ઉપર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ સંત સમિતિને લાગે વળગે છે ત્યાં સુધી, નવા અધ્યક્ષ ગુજરાત પ્રાંત માટે કે જે નૌતમ સ્વામીને મુક્ત કરવાથી પદ ખાલી પડ્યું છે. એમના નવા અધ્યક્ષની ઘોષણા અથવા નિયુક્તિએ પાંચ તારીખે થનારા સંમેલનમાં થઈ શકતી નથી. કારણ કે અખિલ ભારતીય સંત સમિતિનું સંમેલન નથી. બીજી વસ્તુ કોઈ પણ પ્રાંતીય એકમને સીધેસીધા કોઈપણ રીતે પ્રાંતના અધ્યક્ષ નિયુકત કરવાની કોઈ છૂટ નથી. એટલે અખિલ ભારતીય સંત સમિતિનો જ સંમેલન થાય અને એમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, અથવા ઉપાધ્યક્ષ અથવા મહામંત્રી અથવા સંયુક્ત મંત્રી અથવા પ્રચાર મંત્રી આ રાષ્ટ્રીય પદાધિકારીઓમાંથી બે કે ત્રણ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જ નવા અધ્યક્ષની વરણી થતી હોય છે. એટલે પાંચ તારીખે જે સંમેલન થનાર છે, એમાં કોઈ પણ રીતે અધ્યક્ષની નિયુક્તિ કરવાનો કોઈને અધિકાર રહેતો નથી. આટલું બધાએ ધ્યાન રાખવાની જરૂર છે. બધાને મારું નિવેદન છે. સતકેવલ સાહેબ. જય શ્રી રામ. ભારત માતાકી જય.”

મહત્વની બાબત છે કે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત અધ્યક્ષ તરીકે નવતમ સ્વામીને પદ પરથી હટાવવામાં આવતા તેમનું પદ ખાલી પડ્યું છે. અને હવે તેમના પદ પર નિયુક્તિ પામવા માટે કેટલાય સંતો હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં લીમડી ખાતે સંત સમિતિનું સંમેલન યોજવા જઈ રહ્યું છે. જેને લઇ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જગતગુરુ અવિચલદાસ મહારાજ એ આ સંત સંમેલન અખિલ ભારતીય સંત સંમેલનનું નથી તેમ જણાવી આ સંમેલનમાં કોઈપણ અધ્યક્ષની નિયુક્તિ યોગ્ય રહેશે નહીં તેમ જણાવતા હવે આ મામલો પણ ગરમાયો છે. ત્યારે હવે સારંગપુર હનુમાનજી વિવાદનો મામલો ક્યાં સુધી વકરે છે, અને ક્યુ સ્વરૂપ ધારણ કરે છે, તે જોવું રહ્યું.

    follow whatsapp