Salangpur Temple: સાળંગપુર હનુમાન મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર નામથી જાણીતી હનુમાનજીની મોટા કદની પ્રતિમા પાસે હનુમાનજીને સ્વામીનારાયણની સેવા કરતા દર્શાવાયા પછીથી વિવાદ એવો વકર્યો છે કે ઠેરઠેરથી સાંદુ સંતો એક બીજા પર આરોપો પ્રતિઆરોપો કરવા લાગ્યા છે. જ્યાં એક તરફ સ્વામિનારાયણ વડતાલના સંતોના નિવેદનો સામે આવી રહ્યા છે તો બીજી તરફ અન્ય સંતો મહંતો અને ભક્તોના નિવેદનો, સામ સામી આ બાજીમાં બંને તરફે કેટલો વિવેક જળવાઈ રહ્યો છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. ખેર હાલ એક વધુ વિવાદ આ જ વિવાદમાંથી જન્મ લઈ રહ્યો છે. હાલમાં જ ઈન્દ્રભારથી બાપુ દ્વારા કરવામાં આવેલી આક્રમકતા સાથે ભીંતચિત્રો હટાવવાની વાત સામે હવે સ્વામિનારાયણ મંદિરના કોઠારી દેવ પ્રકાશસ્વામીએ જે ટિપ્પણી જાહેર કરી છે તેને લઈને વિવાદ ઊભો થાય તેમ છે.
ADVERTISEMENT
Mahisagar કોર્ટનો આદેશઃ દલિત ક્લાર્કને આપઘાતની દુષ્પ્રેરણા કરવા બદલ 4 અધિકારીઓ સામે FIR નોંધો
બંને તરફી બફાટથી વિવાદ વધુ વકરે તેવી સંભાવના
સાળંગપુર હનુમાન મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ હજુ સુધી યથાવત્ છે. ત્યારે કચ્છમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતે વિવાદીત સ્ટેટસ રાખતા વિવાદ વકર્યો છે, સ્વામિનારાયણ મંદિરના કોઠારી દેવ પ્રકાશસ્વામીએ ઇન્દ્રભારતી બાપુ વિષે વિવદિત ટિપ્પણી કરી છે અને તેમને શાસ્ત્રોના અજાણ ગણાવ્યા છે, આ વિવાદીત ટિપ્પણી મુદેના ફોટા – વીડીયો વાયરલ થયા છે. જોકે અન્ય સ્વામીઓ પણ વિવાદિત સ્ટેટ્સ રાખતા વિવાદ વધુ વકર્યો છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ઇન્દ્રભારતી બાપુ વિશે કરેલી ટિપ્પણી ના કારણે સનાતન સમાજમાં ખુબ રોષ જોવા મળ્યો છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના એક બાદ એક બફાટના કારણે સનાતન હિન્દૂ સંતો વચ્ચે વિવાદ વધુ વકરે તેવું લાગી રહ્યું છે. આ સ્ટેસમાં શું લખાયું છે તે અહીં ઉપરોક્ત તસવીરમાં દર્શાવ્યું છે અને આ સ્ટેટસમાં તેમને સિગારેટ પીતા પણ દર્શાવ્યા છે. અહીં આપને જણાવી દઈએ કે ધુમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનીકારક છે તેનાથી કેન્સર જેવી ભયાનક બિમારીઓ થઈ શકે છે.
ADVERTISEMENT