Salangpur Temple: નર્મદાના સાધુ સંતોએ સાળંગપુર હનુમાનજીની પ્રતિમા પર લગાવાયેલા વિવાદીત ભીંતચિત્રો પર આકરા થતા ચીમકી આપી છે. અમારામાં એક પંથ છે, નાગા બાવાઓનો, જરૂર પડશેતો એમને ઉતારી હથિયાર પણ ઉઠાવીશું. આ મામલો હવે જાણે કે સરકતો જઈ રહ્યો હોય તેમ દરેક બાજુથી સ્વામિનારાયણ સંપ્રદાય પર દબાણ આવવા લાગ્યું છે.
ADVERTISEMENT
‘એક દેશ, એક ચૂંટણી’: કોવિંદની અધ્યક્ષતાવાળી કમિટીનું એલાન, અમિત શાહ-અધીર રંજન સહિત આ 8 લોકો શામેલ
કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
સારંગપુર હનુમાનજી મંદિર ના ભીંત ચિત્રો ના વિવાદને લઈને નર્મદા જિલ્લાના નર્મદા કિનારે આવેલા સાધુ-સંતો રોષે ભરાયા અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું અને જો સ્વામિનારાયણ સંપ્રદાય ભૂલ નહીં સુધારે તો સાધુ આંદોલન કરશે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓનો આ બાબતે વિરોધ વ્યક્ત કરી તેઓ જય શ્રી ના જય શ્રી રામના નારા જિલ્લા કલેક્ટર કચેરી લગાવ્યા હતા. જિલ્લા કલેક્ટર પાસે માંગ કરી હતી કે, આજે હનુમાનજીનું અપમાન થયું છે તે થવું ના જોઈએ અને આવી ઘટના ફરી ના બની જોઈએ અને સુધારો નહીં થાય તો સાધુઓ રોડ પર આવી જશે. સાથે આ સાધુ એ ચીમકી પણ ઉચ્ચારી કે આ સ્વામિનારાયણ વાળા વહેલી તકે જો ચિત્રો નહીં હટાવે તો અમે રોડ પર આવી વિરોધ કરીશું અને એટલું નહીં સાથે અમારો એક પંથ છે નાગા બાવાઓનોએ ઝનૂની છે જરૂર પડે તો એમને પણ મેદાને ઉતારી જરૂર પડતા હથિયાર પણ ઉઠાવશે અને નાગા બાવાનો ઇતિહાસ જોઈ શકો છો.
(નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT