Salangpur Temple controversy: સરકાર સાથેની બેઠક બાદ સાળંગપુર મંદિરેથી વિવાદીત ભીંતચિત્રો, કુંડળ મંદિરેથી વિવાદીત હનુમાનજીની મૂર્તિને હટાવી દેવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ હવે આ મામલો શાંતિ પૂર્ણ રીતે પુરો થાય તે માટે અપીલ કરી છે જ્યારે બીજી બાજુ સનાતન ધર્મના સંતો મામલાને આટલો જલ્દી જતો કરવાના મૂડમાં ના હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે લીંબડી ખાતેના ધર્મ સંમેલનમાં સંતો દ્વારા ચર્ચા દરમિયાન ઠરાવ પાસ કરવામાં આવ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયની સામે કાયદાકીય લડત આપીશું.
ADVERTISEMENT
કોર્ટમાં 187 પુરાવાઓ રજૂ કરવાની તૈયારીઓ
સુરેન્દ્રનગરના લીંબડી ખાતે આજે સનાતન ધર્મના સંતોનું સંમેલન થયું હતું. આ સંમેલન હવે પુરું થયું છે. આ સંમેલનમાં મુખ્યત્વે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રો દુર કરવા મામલે હતું પરંતુ ગતરોજ જ આ મામલામાં સાળંગપુર ખાતેના વિવાદીત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા હતા. જોકે હવે આ મામલામાં મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે. આ બેઠકમાં રાજ્યભરના સંતો મહંતો આવ્યા હતા. જેમાં રિપોર્ટ્સ કહે છે કે 8 જેટલા મુદ્દાઓ અંગે ઠરાવ થયો હતો. જેમાં સ્વામિનારાયણ સંપ્રયાદના પુસ્તકો નદીમાં પધરાવી દેવા, આગામી સનાતન ધર્મની બેઠક જૂનાગઢમાં કરવા, જ્યાં મળનારી બેઠકમાં કમિટીનું ગઠન કરવા તથા કમિટીની રચના પછી હાઈકોર્ટમાં પિટિશન કરવા મામલે ઠરાવ કરવામાં આવ્યો છે. મતલબ કે હજુ આ વિવાદ પર પૂર્ણ વિરામ આવ્યું નથી. સનાતન ધર્મના સંતો મહંતો સ્વામિનારાયણ સંપ્રદાયને કોર્ટમાં ઢસેડી જવા સુધીની તૈયારીઓમાં છે. કોર્ટમાં તેઓ 187 પુરાવા રજુ પણ કરવાના છે.
BREAKING: CM ભૂપેન્દ્ર પટેલ પુત્ર અનુજ પટેલને લઈ આવ્યા ગુડ ન્યૂઝ, 3 મહિના બાદ સ્વસ્થ થઈને ઘરે આવ્યા
સનાતન ધર્મના સંતોની હજુ આ માગણીઓ ઊભી
દરમિયાનમાં એવી પણ વિગતો સામે આવી છે કે, હજુ સાળંગપુર હનુમાનજીની પ્રતિમા પર લલાટે લાગેલું સ્વામિનારાયણ તિલક છે. તે તિલક હટાવી દેવામાં આવે, સરકાર આ મામલાની નોંધ લઈને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપે. ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારાઓ સામે ભારત સરકાર કડક કાર્યવાહી થાય તેવો કાયદો સંસદમાં પસાર કરે. સ્વામિનારાયણ મંદિરોમાં કોઈ પણ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન કરવામાં આવે નહીં. એટલું જ નહીં આ સંપ્રદાયના સંતો અને ભક્તોએ સનાતન ધર્મના દેવી-દેવતાઓના નામ પણ લેવાના નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન ધર્મ શાસ્ત્રો, જેમ કે ભગવદ્ ગીતા, રામચરિત માનસ, યજ્ઞ કર્મકાંડ વગેરેનું પઠન કરે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા બતાવવાના પ્રયત્ન કરાયા હોય તે ભાગોને કાયમી હટાવી દેવાય. સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોદ્દા પર હોય તો તેમને તાત્કાલીક હટાવી દેવાય. સનાતન ધર્મની માતા, સાધ્વી, બહેનોને સ્ટેજ પરથી નીચે ઉતરવાનું કહી અપમાન કરશે નહીં. સનાતન ધર્મની લીટી ભૂસી પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવા નહીં. સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણ સંતોએ કબ્જો કરેલો હોય તો તે જગ્યાઓ ખાલી કરી સરકારને પરત કરવી.
ADVERTISEMENT