Salangpur temple controversy: સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ બતાવતા ચિત્રોને લઈને સાધુ સમાજમાં ચિંતા વ્યાપી છે. આ ચિત્રોને અયોગ્ય ગણતા સાધુ સમાજે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ADVERTISEMENT
ભીંતચિત્રો દુર કરવામાં નહીં આવે તો સાધુ સમાજ વિરોધ નોંધાવશે
વીંછીયા તાલુકમાં આવેલા મોટા હડમતીયા હનુમાન મંદિરના રાધે દુધરેજીયાની આગેવાનીમાં બોટાદના કલેક્ટરને આવેદન આપવાાં આવ્યું છે. આ આવેદન સાળંગપુર મંદિરમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણને પ્રણામ કરતા ભીંતચિત્રોને જોતા વિવાદને લઈને આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં સાધુ સમાજે કહ્યું હતું કે, હનુમાનજી દાદા શ્રી રામના ભક્ત છે અને તેઓ ભગવાન છે. તેમને કોઈના દાસ તરીકે દર્શાવવું તે સનાતન ધર્મનું અપમાન છે. સાધુ સમાજે મંદિર પ્રસાસનને આ ચિત્રોને તરત જ દૂર કરવાની માંગ કરી હતી.
સાળંગપુર મંદિર વિવાદઃ ‘સત્સંગીઓ ક્યારેય કોઈ પાજી-પાલવની વાતથી દબાતા નહીં’- નૌતમ સ્વામી
આવેદનપત્ર આપવાનું નેતૃત્વ વીંછીયા તાલુકાના મોટા હડમતીયા હનુમાન મંદિરના રાધે દુધરેજીયાએ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો મંદિર પ્રસાસન આ ચિત્રોને દૂર કરવામાં નિષ્ફળ જાય તો સાધુ સમાજ રામધુન કરીને વિરોધ નોંધાવશે. આવેદનપત્ર આપવાના પ્રસંગે સાધુ સમાજના અનેક સાધુઓ હાજર રહ્યા હતા. તેઓએ સનાતન ધર્મના જયકાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT