Salangpur Temple: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સાળંગપુર હનુમાન મંદિર (Salangpur Temple) ખાતે મુકાયેલા વિવાદીત ભીંત ચિત્રોનો મામલો એવો ગરમાયો છે કે હવે આ મામલો સરકારના દ્વાર સુધી પહોંચ્યો છે. આ મામલાને લઈને આજે મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રયાદના સંતો દ્વારા બેઠક કરવામાં આવી હતી. વડતાલ તાબાના સંતોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી. જેમાં પાંચ સંતો અને અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંતોએ મુખ્યમંત્રીને ભીંત ચિત્રો આજ રાત સુધીમાં હટાવી લેવાશે તેવી ખાતરી આપી હોવાના મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે.
ADVERTISEMENT
Mahisagar કોર્ટનો આદેશઃ દલિત ક્લાર્કને આપઘાતની દુષ્પ્રેરણા કરવા બદલ 4 અધિકારીઓ સામે FIR નોંધો
લોહી વહેવડાવવા સુધીના નિવેદનો આવવા લાગ્યા હતા સામે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી Salangpur Temple ખાતે કિંગ ઓફ સાળંગપુર નામથી ફેમસ થયેલી મોટી હનુમાનજીની પ્રતિમા પાસે લગાવાયેલા ભીંતચિત્રોનો વિવાદ જામ્યો છે. આ વિવાદમાં સનાતન ધર્મના સંતો અને અન્ય હનુમાનજીના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી હતી. આ ભીંતચિત્રોમાં હનુમાનજી ભગવાન સ્વામિનારાયણને પ્રણામ કરતા અને સ્વામિનારાયણ ભગવાન તેમને આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં બતાવાયા હતા. જેને લઈને નારાજગી જોવા મળી હતી. આ મામલો હવે સરકારના બારણા સુધી પહોંચ્યો છે. ક્યાંય મારવા અને મરવાની, લોહી વહેવડાવવા સુધીની વાતો થવા લાગી હતી. એક તબક્કે તો સંતોએ એવી જીભ હલાવી નાખી હતી કે જાણે ગુજરાતમાં કાયદા વ્યવસ્થા છે તેનું તેમને ભાન પણ ન્હોતું. આવી વિકટ સ્થિતિ ઊભી થયા પછી હવે આ મામલામાં સરકારનો હસ્તક્ષેપ જોવા મળ્યો છે. આ મામલે એબીપી અસ્મીતાના અહેવાલ પ્રમાણે સંતો અને મુખ્યમંત્રી વચ્ચેની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે.
મીટીંગમાં અન્ય માગણીઓ પર ચર્ચા
આ અહેવાલમાં કહેવાયું છે કે, સંતોએ આખરે આ મામલામાં સનાતન ધર્મના સંતોની માગણીને ધ્યાને રાખીને આજ રાત્રી સુધીમાં ભીંતચિત્રો હટાવી લેવાની માગનો સ્વીકાર કર્યો છે અને આજ રાત સુધી આ ભીંતચિત્ર હટાવી દેવાશે. આ ઉપરાંત સનાતન ધર્મના સંતોની જેટલી અન્ય માગણીઓ છે તેને લઈને વધુ ચર્ચાઓનો દૌર ચાલ્યો છે. હાલ પુરતા ભીંતચિત્રો પર સહમતી બની છે. જોકે હજુ આ મામલામાં સત્તાવાર નિવેદન સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT