Salangpur News: લીંબડી ખાતે યોજાયેલી સનાતન ધર્મની બેઠક મામલે એસપી સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે. આપને જાણકારી આપી દઈએ કે આજે સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સનાતન ધર્મની સભા ભેગી થઈ હતી જેમાં કેટલાક મોટા ઠરાવો કરાયા છે. જેમાં ઘણી બધી બાબતોમાં સાળંગપુર ભીંતચિત્રો હટાવ્યા પછી પણ વિવાદ શાંત નથી થયો તેની આડકતરી સ્પષ્ટતા સામે આવી છે. આ બેઠક પણ એટલી જ વિવાદીત બની છે ત્યારે આ મામલામાં બોટાદના ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીનું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
વિવાદનું નિવારણ તાત્કાલીક લાવવા એસપી સ્વામીની અપીલ
એસપી સ્વામી કહે છે કે, વડતાલ સભા મંડપની અંદર નાથ સંપ્રદાય માટે જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે તેને હું વખોડું છું. સખત શબ્દોમાં હું તેની નિંદા અને ટીકા કરું છું. સનાતન હિન્દૂ ધર્મના કોઈપણ સાધુસંતોને અમારા તરફથી તેમની લાગણીઓને કોઈ ઠેસ ન પહોંચે તેવું અમે ધ્યાન રાખીશું. તેમજ સનાતન હિન્દૂ ધર્મ દ્વારા સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયની લાગણી ન દુભાય તે ધ્યાન રાખવા પર કરી અપીલ કરું છું.
Salangpur temple: હથિયાર બતાવનારા મહંતને પોલીસનું તેડું, કાયદો કરશે કાયદાનું કામ…?
તેમણે કહ્યું કે, આ બધી ઘટનાઓ બને છે તે વડતાલ ગાદીના આચાર્યની આજ્ઞાથી વિપરીત રાલી રહ્યા છે તેના કારણે થઈ રહ્યું છે. હનુમાનજી મંદિર વિવાદિત ભીંતચિત્ર મામલે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ આવે તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી.
આપને જણાવી દઈએ કે આ અંગે બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું હતું કે, એક અસુર મહારાજ વિશે કેટલું બોલે છે. માણસના રૂપમાં અસુર, ગેબી કાનફટ્ટો ગઢડામાં આવ્યો ત્યારે મહારાજે તેને અસુર કહ્યો છે. આપણા નંદ સંતોએ પ્રસંગ લખ્યો એટલે અસુર કહ્યો છે. ગેબી કાનફટ્ટાના વંસજો સમાજમાં વધી રહ્યા છે.
ADVERTISEMENT