Salangpur Hanumanji Temple: સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમા નીચેના ભીંતચિત્રોને લઈને વિવાદ થઈ રહ્યો છે. જોકે બે દિવસ પહેલા હર્ષદભાઈ ગઢવી નામના વ્યક્તિ દ્વારા પ્રતિમા પાસે જઈને ભીંતચિત્રો પર કાલો રંગ લગાવીને કુહાડીથી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મંદિરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવકને ફરિયાદી બનાવાતા હવે નવો વિવાદ સામે આવી રહ્યો છે.
ADVERTISEMENT
ફરિયાદી ભુપતભાઈ ખાંચરે શું કહ્યું?
સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો રંગ કલાવનારા હર્ષદ ગઢવીને કેસમાં ફરિયાદી ભુપતભાઈ ખાંચરે વીડિયો બનાવીને ખુલાસો કર્યો છે કે, તેને આ કેસમાં જાણ બહાર જ ફરિયાદી બનાવી દેવામાં આવ્યો છે. તે વીડિયોમાં કહે છે, હું હનુમાનજી મંદિરે સિક્યુરીટી તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીંત ચિત્રોને કલર કરવાની ઘટના બની ત્યારે મારી ડ્યુટી ત્યાં જ હતી. બનાવ બન્યાંને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પૂછવામાં આવ્યું કે, તમે ત્યાં જ હતા? આ બાદ બાદ ઓફિસમાં એક કાગળ પર મારી સહી લેવામાં આવી પછી હું ઘરે આવી ગયો.
વીડિયોમાં ભુપત ખાંચર આગળ કહે છે કે, મને બીજા દિવસે સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી આ કેસમાં મને ફરીયાદી બનાવ્યો છે. મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે જેથી હું આ ખુલાસો કરુ છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું.
ADVERTISEMENT