Salangpur Temple: સાળંગપુરમાં બનેલી કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ભીંચ ચીતો વિવાદમાં આવ્યા છે. મંદિરમાં પ્રતિમાની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં હનુમાનજી સ્વામીને હાથ જોડીને પ્રણામ કરતા હોમ એમ દર્શાવવામાં આવ્યા છે. જેને લઈને હિન્દુ સંગઠનો આક્રમક બન્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો તથા સંત સમાજના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે અને આ ભીંતચિત્રો હટાવવાની માગણી કરી છે.
ADVERTISEMENT
સાળંગપુર મંદિરમાં હનુમાનજીની પ્રતિમા મામલે વિવાદ
સાળંગપુરમાં હનુમાનજી મંદિર ખાતે મુખ્ય પ્રવેશદ્વાર પછી 54 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે. આ પ્રતિમાની ફરતે વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારાઈ છે. જેમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કારની મુદ્રામાં ઊભેલા દર્શાવાયા છે. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ વિવાદ ઉઠ્યો છે.
મૂર્તિ નીચેથી ભીંચ ચિત્રો હટાવી લેવા માંગ
બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા અયોગ્ય અને ઘટનાને નિંદનીય ગણાવી. તેમણે કહ્યું, આ પ્રકારની જે મૂર્તિઓ છે તે હટાવી લેવી જોઈએ. તેમણે માંગ કરી કે, ભગવાન રામના અનુયાયી છે હનુમાનજી તો એવા પ્રકારની મૂર્તિ મૂકવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મના હિતમાં સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ અનુયાયીઓ અને યુવા પેઢીના હિતમાં યોગ્ય પ્રતિમા મૂકવા જણાવ્યું. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને લોકોને મૂર્તિઓ અને ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ, આવા વિવાદમાં ન પડવું જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અગાઉ પણ અનેક આવા કર્મો કર્યાં બાદ વિવાદ થાય પછી માફી માંગી લેતા હોય છે. સ્વામીનારાયણ સંપ્રદાય વિવાદની જગ્યાએ સમાજનું ઉત્થાન થાય તેવું કાર્ય અને કર્મ કરવા તેમણે સૂચન કર્યું.
મોરારિ બાપુએ પણ કરી ટીકા
તો કથાકાર મોરારિ બાપુએ કહ્યું કે, આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવા કપટ કરે છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની આટલી સરસ મોટી મૂર્તિ છે અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, સેવા કરતા દેખાય છે. હવે વિચારો, સમાજે જાગૃત થવાની જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે કોઈ મારી સાથે બોલ્યું ન હતું. હવે તમે બોલો.
સાળંગપુરમાં ભીંત ચિત્રોના વિવાદ પર મોગલધામના મણિધરબાપુ પણ રોષે ભરાયા છે. તેમણે કહ્યું કે, હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામીનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે. તેમને પોતાની ભૂલ સ્વીકારવા સાથે માફી માંગવાની ચેતવણી આપી છે. આ તેમની મસમોટી ભૂલ છે તેમણે જે થુક્યું છે તે તેમણે જ ચાટવું પડશે. નહીં તો ચારણ સમાજ તેમને છોડશે નહીં. તમારી ઔકાત શું છે.’
ADVERTISEMENT