Salangpur Hanumanji Temple: સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની નીચે વિવાદિત ભીંત ચિત્રો હવે હટાવી લેવામાં આવ્યા છે. સોમવારે મોડી રાત્રે વડતાલ ગાદીના સંતોએ આ ભીંત ચિત્રોને હટાવી દીધા હતા. જે બાદ ભીંત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરનારા હર્ષદ ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે આ પગલાનું સ્વાગત કર્યું છે, સાથે જ ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવા પણ કહ્યું છે.
ADVERTISEMENT
વિવાદિત ભીંત ચિત્રો હટ્યા બાદ હર્ષદ ગઢવીએ શું કહ્યું?
હર્ષદ ગઢવી એ કહ્યું કે, મારો વિરોધ હતો જે બાબતનો તેનો અંત આવ્યો છે અને હાલ સંપ્રદાયના ગ્રંથો સાહિત્ય અને પુસ્તકોમાં જ્યાં જ્યાં સનાતન ધર્મના ખોટા લખાણો આધાર વગરના કરવામાં આવ્યા છે તે અને સનાતન ધર્મના ભગવાનને ખોટી રીતે ચિતરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવે. મને સંપ્રદાય સાથે કોઈપણ પ્રકારનો અને તેના સાધુ સંતો સાથે વાંધો નથી. વાંધો માત્ર એમની વિકૃત વિચારધારા સાથે હતો અને જેનો અંત આવ્યો છે. અને આવનારા દિવસોમાં પણ સનાતન ધર્મના લોકો અને સંપ્રદાયના લોકો એક થઈને રહેશે એ જ સાચો હિન્દુ ધર્મ છે સનાતન ધર્મ છે.
હનુમાનજીની પ્રતિમાની નીચે વિવાદિત ભીંત ચિત્રોને મોડી રાત્રે હટાવી લેવામાં આવ્યા છે. જે બાદ માનવામાં આવતું હતું કે આ વિવાદ શમી ગયો, પરંતુ સંત સમાજ હજુ પણ આ મામલે નીચું જોખવા તૈયાર નથી અને લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. ચિત્રો હટાવ્યા બાદ પણ આજે લીંબડીમાં ગુજરાતભરમાંથી આવેલા સંત સમાજની બેઠક મળી રહી છે, જેમાં તેમની માગણીઓ પરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
લીંબડીમાં મોટી સંખ્યામાં સંતો ઉમટ્યા
જ્યોતિનાથ મહારાજે કહ્યું કે, સમાધાન, એક મૂર્તિની વાત કરી, એક તક્તિ હટાવી લીધી, તેનાથી સમાધાન થતું નથી. સમાધાનની આખી આ લડાઈની અંદર તમે મૂળભૂત રીતે જુઓ તો વિશ્વ હિન્દુ પરિષદે તો એવું કીધું કે અમે આ મુદ્દામાં વિરોધ કરતા નથી. બીજા નંબરમાં આ પરમાત્માનંદજી આખી મીટિંગમાં કશુ બોલ્યા નથી, તો તમે બે ભાઈ લડ્યા હોય તો એક ભાઈને બોલાવીને સમાધાન કરો અને બીજાને પૂછો પણ નહીં, તો આવી રીતે સમાધાન અમને મંજૂર નથી. પરમાત્માનંદજીના લેટરહેડ પર થયેલા સમાધાનની જાહેરાત પણ અમને મંજૂર નથી. તમારે સમાધાન કરવું જ હોય તો અમને બોલાવો. સ્વામિનારાયણ સંપ્રદાયના લેટરપેડ પર લખીને આપો.
ADVERTISEMENT