દિગ્વીજય પાઠક/વડોદરા : શહેરમાં ફરી એકવાર જેહાદી ષડયંત્ર સામે આવ્યું છે. ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને વિધર્મી યુવાને બર્થ ડે પાર્ટીના બહાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાતા હડકંપ મચી ગયો છે.
ADVERTISEMENT
જન્મદિવસની ઉજવણી કરવાનું કહી ઘરે લઇ ગયો
વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા ગઈકાલે દિવાળીપુરા પાસે ટ્યુશન કલાસમાં ગઈ હતી, ત્યારે આરોપી વિધર્મી યુવાન મોઈન પઠાણ ટ્યુશન ક્લાસ છૂટતા સમયે સ્થળ પર આવ્યો અને સગીરાને તેની બર્થ ડે હોવાથી તેના ઘરે પાર્ટી રાખી હોવાનું કહી ફોસલાવી તેની બાઈક પર બેસાડી તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે આરોપી વિધર્મી મોઈન પઠાણે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના ગળાના ભાગે ઈજા પણ પહોંચાડી હતી. જે મામલે પીડિત સગીરાના પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી મોઈન પઠાણને તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.
આર્યન નામથી બોગસ એકાઉન્ટ બનાવ્યું
આરોપી વિધર્મી મોઈન પઠાણે બોગસ ઈન્સ્ટાગ્રામ આઇડી આર્યન નામથી બનાવી સગીરા સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં સગીરાને ફસાવી હતી. આરોપી મોઈન પઠાણ સગીરાના ઘર પાસે જ ગેરેજમાં કામ કરતો હતો અને સગીરાના પિતાની લારી પર અવાર નવાર આવતો પણ હતો અને નજીકમાં ગેરેજમાં કામ પણ કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિધર્મી આરોપી મોઈન પઠાણ મૂળ બિહારનો વતની છે અને વડોદરામાં તાંદલજા વિસ્તારમાં રહે છે. આરોપીની સાથે અન્ય એક યુવતી પણ સંડોવાયેલ હોવાનો આક્ષેપ પીડિત સગીરાના માતા પિતાએ કર્યો છે. આ ઉપરાંત લવ જેહાદના ષડયંત્રની શંકા પણ વ્યક્ત કરી છે. પીડિતા સગીરાની માતાએ આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે.
વડોદરામાં લવ જેહાદ સૌથી મોટો અને સળગતો મુદ્દો
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં લવ જેહાદના ષડયંત્રના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે કેમ વિધર્મી યુવાનો હિન્દુ યુવતીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે તે સવાલ ઉઠવા પામે છે. ગોત્રી પોલીસે હાલમાં વિધર્મી મોઈન પઠાણની ધરપકડ કરી તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT