Sabarkantha News: સાબરકાંઠામાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાની એક સ્કૂલમાં 13 વિદ્યાર્થીઓને મસ્તી કરતા ડામ આપવામાં આવ્યો છે. વાલીઓએ આ મામલે પોલીસ, કલેક્ટર તથા જિલ્લા શિક્ષણાધિકારી સુધી ફરીયાદ કરી છે. વાલીઓનો આરોપ છે કે તેમની રજૂઆત છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંચાલકે જ બાળકોને ડામ આપ્યા
વિગતો મુજબ, સાબરકાંઠાના ખરોજમાં આવેલી નચિકેતા વિદ્યાલયમાં કેટલાક બાળકો થોડા દિવસ અગાઉ મસ્તી કરતા હતા. આથી 13 જેટલા બાળકોને શાળાના જ સંચાલક દ્વારા ડામ આપવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે. આ શાળા નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલે છે. પ્રિન્સિપાલને રજૂઆત છતાં જવાબદારો સામે કાર્યવાહી ન થતા વાલીઓ શિક્ષણાધિકારી સુધી પહોંચ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી.
પોલીસમાં નોંધાઈ ફરિયાદ
આખરે વાલીઓ સીધા ખરોજ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં લેખિતમાં ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ સમગ્ર મામલો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સમગ્ર મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
(ઈનપુટ: હસમુખ પટેલ, સાબરકાંઠા)
ADVERTISEMENT