Sabarkantha: ચાંદીપુરા વાઈરસનો હાહાકાર! મૃત્યુઆંક વધીને 5 પર પહોંચ્યો, રવિવારે ફરી નવો કેસ નોંધાયો

Gujarat Tak

• 08:04 PM • 14 Jul 2024

Gujarat Chandipura Virus Cases: સાબરકાંઠા-અરવલ્લીમાં ચાંદીપુરા વાઈરસથી મોતનો વધુ એક શંકાસ્પદ મામલો સામે આવ્યો છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં આજે વધુ એક બાળકનું મોત થયું હતું, જે બાદ વાઈરસથી મોતનો મૃત્યુઆંક વધીને 5 પર પહોંચ્યો છે.

હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીની તસવીર

Chandipura Virus

follow google news

Gujarat Chandipura Virus Cases: સાબરકાંઠા-અરવલ્લીમાં ચાંદીપુરા વાઈરસથી મોતનો વધુ એક શંકાસ્પદ મામલો સામે આવ્યો છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં આજે વધુ એક બાળકનું મોત થયું હતું, જે બાદ વાઈરસથી મોતનો મૃત્યુઆંક વધીને 5 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ 3 જેટલા બાળકો હાલમાં સારવાર હેઠળ છે. વાઈરસની દહેશતને લઈને આરોગ્ય કર્મચારીઓ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં કામે લાગ્યા છે.

રવિવારે વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો

રવિવારે ચાંદીપુરા વાઈરસનો વધુ એક શંકાસ્પદ કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાંથી નવો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. બાળકમાં ચાંદીપુરા વાઈરસના લક્ષણો જણાયા બાદ તેને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં PICUમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાઈરસના 7 જેટલા શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલને ટેસ્ટિંગ માટે પુના લેબોરેટરીમાં મોકલવામાં આવેલા છે, તેનો રિપોર્ટ સોમવારે આવશે.

આ પહેલા 4 બાળકોના થઈ ચૂક્યા છે મોત

નોંધનીય છે કે, ચાંદીપુરા વાયરસને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કરાવ્યો છે. ખાસ છે કે ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો આવી જતા હોય છે. આ પહેલા 4 બાળકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી એક, અરવલ્લી જિલ્લાના બે તથા રાજસ્થાનના એક બાળક હતો. 

    follow whatsapp