Sabarkantha News: ખેડબ્રહ્મામાં એક જ ધર્મના બે જૂથો વચ્ચે ચડતરું, પથ્થરમારો, 1નું મોત

Sabarkantha News: સાબરકાંઠાના પોશીના તાલુકાના ગામે વનવાસી વિસ્તારના એક વ્યક્તિનું મોત થતા એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારાનો બનાવ સર્જાયો છે. જોકે પોલીસ ઘટના…

gujarattak
follow google news

Sabarkantha News: સાબરકાંઠાના પોશીના તાલુકાના ગામે વનવાસી વિસ્તારના એક વ્યક્તિનું મોત થતા એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારાનો બનાવ સર્જાયો છે. જોકે પોલીસ ઘટના સ્તરે પહોંચી મૃતક યુવકને પોસ્ટમોર્ટમ પરથી ખસેડવા જતા સ્થાનિક કક્ષાએ ભારે હંગામા સર્જાયો હતો. તેમજ પથ્થર મારો થતા સમગ્ર સાબરકાંઠા જિલ્લાની પોલીસ પોશીના વિસ્તારમાં ખડકાઈ ચૂકી છે. જોકે પરિસ્થિતિ હાલમાં કાબુમાં છે પણ અહીં જાણે કે ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે.

Salangpur Temple Controversy: ભાવનગરમાં બહુરુપી કલાકારોમાં પણ રોષ- Videoમાં જુઓ શું કહ્યું

પોલીસે કાર્યવાહી શરૂ કરતા થયો પથ્થરમારો

સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોશીના સહિત વિજયનગર વિસ્તારમાં ચડતરું થવું તે આમ બાબત થઈ ગઈ છે. જોકે પોશીના તાલુકાના ગામે એક યુવકનું મૃતદેહ મળી આવતા અન્ય જૂથ દ્વારા તેની હત્યા કરાયાની આશંકા રાખી ચડતરું કરવાની શરૂઆત થઈ હતી. જોકે પોલીસ ઘટના સ્તરે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા જતા સ્થાનિક કક્ષાએ પથ્થરમારો સર્જાયો હતો. જેના પગલી સમગ્ર વિસ્તારમાં ભારે ઉહાપોહ સર્જાયો હતો. જો કે સમગ્ર જિલ્લા પરની પોલીસ ખડકાઈ જતા મામલો કાબુમાં આવ્યો છે તેમજ હાલમાં ભારે પોલીસ બંદોબસ્ત હોવાના પગલે રાત્રીના સમયે કોમ્બિંગ થવાની પણ સંભાવનાઓ છે ત્યારે હાલના તબક્કે સ્થાનિક વિસ્તારમાં અજંપા ભરી શાંતિ સ્થપાઈ છે. જોકે આગામી સમયમાં આ મામલે સ્થાનિકો દ્વારા કેટલા અંશે સ્થિતિ પર કાબુ રાખી શકાય છે એ તો સમય જ બતાવશે, પરંતુ હાલમાં ધીંગાણું થયાની વાતના પગલે સમગ્ર સાબરકાંઠા જિલ્લા પોલીસમાં પણ ભારે હડકમ સર્જાયું છે.

    follow whatsapp