Sabarkantha: સાબરકાંઠામાં સસરા અને પુત્રવધુના સંબંધોને બદનામ કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરાએ ઘરમાં એકલી રહેલી 21 વર્ષની પુત્ર વધુ પર નજર બગાડી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ કોઈને કહેવા પર વહુને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાના 3 મહિના બાદ વડાલી પોલીસ સ્ટેશનમાં સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
ચા-નાસ્તો લેવા આવેલા સસરાએ વહુને પીંખી નાખી
વિગતો મુજબ, 21 વર્ષની યુવતીના બે વર્ષ પહેલા ભાઈના સાટામાં લગ્ન થયા હતા. જોકે લગ્નના અઢી વર્ષ બાદ પણ ગર્ભ ન રહેતા હોસ્પિટલમાં લઈ જઈને રિપોર્ટ કરાયો હતો, જેમાં પતિનો રિપોર્ટ નોર્મલ નહોતો આથી તેની દવા શરૂ કરાઈ હતી. દરમિયાન 9 જૂનના રોજ સવારે સાસુ-સસરા અને પતિ ખેતરમાં ગયા હતા. સવારે 10 વાગ્યે સસરા ચા-નાસ્તો લેવા ઘરે આવ્યા હતા. દરમિયાન તેમણે ઘરમાં એકલી રહેલી પુત્રવધુનો હાથ ખેંચીને ઓરડામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ખેતરે જતા રહ્યા.
3 મહિના બાદ પોલીસમાં નોંધાઈ ફરિયાદ
બાદમાં યુવતીએ પોતાના ભાઈને ફોન કરીને તેને ત્યાંથી પિયરમાં તેડી જવા માટે કહ્યું હતું. જે બાદ ભાઈ તેને પિયરમાં લઈ ગયો. એક મહિના પછી સાસુ-સસરા વહુને લેવા માટે હિંમતનગર ગયા, પરંતુ તેણે આવવાની ના પાડી દીધી. જે બાદ યુવતીએ 23 સપ્ટેમ્બરે પોતાના મામાને તેની સાથે બનેલી ઘટના અંગે વાત કરતા મામલો સામે આવ્યો હતો અને વડાલી પોલીસ સ્ટેશનમાં સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ADVERTISEMENT