ગોધરાઃ દાહોદ પંથક માટે સામાન્ય રીતે દુર્લભ ગણાતો રસેલ્સ વાઈપર (ખડચીતળ) નામે ઝેરી સાપ પ્રકૃતિ મિત્ર મંડળની સ્નેક રેસ્ક્યુઅર ટીમ દ્વારા રામપુરા ઘાસ બીડમાંથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. આશરે ૪ ફૂટ જેટલી લંબાઈ ધરાવતો ખડચીતળ નામે ઝેરી ગણાતો આ સાપ દાહોદ પંથકમાંથી પહેલી વખત મળી આવ્યો છે. જોકે આ સાપ અત્યંત ઝેરી સાપોમાં શામેલ છે.
ADVERTISEMENT
સાપ ખેડૂતના મિત્ર
દાહોદમાં અત્યાર સુધી ભાગ્યે જ જોવા મળેલો દુર્લભ એવો રસેલ્સ વાઈપર સાપ જોવા મળ્યો છે. અહીં ઝેરી સાપ પ્રકૃતિ મિત્ર મંડળની રેસ્ક્યુ ટીમ દ્વારા રામપુરા ઘાસ બીડમાંથી સાપને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. આશરે ચારેક ફૂટની લંબાઈ ધરાવતો આ સાપ અત્યંત ઝેરી ગણાતા સાપો પૈકીનો એક છે. આમ તો સામાન્ય વ્યક્તિ આ સાપને અજગર જેવો સમજી લે છે પરંતુ તેવું સમજી તેની નજીક જવામાં બીલકુલ શાણાપણું નથી કારણ કે આ સાપના કરડવાથી જીવ બચવો ઘણો મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે સાપ ખેડૂતના મિત્ર કહેવાય છે, જે ખેતરમાં નુકસાન કરતા ઉંદર અને અન્ય જીવોનો શિકાર કરીને એક રીતે ખેડૂતને મદદ પણ કરે છે. આમ જોવા જઈએ તો ખેતીના દસથી વીસ ટકા ઉત્પાદન બચાવવાનો શ્રેય સાપને આપી શકાય છે. મતલબ કે સાપ ક્યારેય જોવા મળે તો તેના ડરથી તેને મારી નાખવો કે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં, તેના કરતા પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓનો સંપર્ક કરી તેનું રેસ્ક્યુ કરાવવું જોઈએ. જોકે આ સાપથી દુર રહેવામાં જ સલામતી છે. આ સાપની ઓળખ તેનું માથું છે ત્રિકોણ આકારમાં તેનું માથું અને તે તેના શરીર કરતાં વધારે ચપટું હોય છે. વચ્ચેના ભાગેથી ખુબ જ જાડો હોય છે અને પછી પૂંછડીના આકરેથી સાવ પાતળો. તેનો અજગર જેવો રંગ પણ એક અલગ ઓળખ છે.
(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT