ગાંધીનગર : 2024 ની તૈયારી અત્યારથી જ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેના પગલે ભાજપ હાઇકમાન્ડ દ્વારા પોતાના નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી હતી. આજે અલગ અલગ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. રૂપાણીને પંજાબ અને ચંદિગઢની જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
ભાજપે તમામ જવાબદારીઓ અત્યારથી જ સંભાળી
ભાજપે રાજ્યોના નવા પ્રભારી નિયુક્ત કર્યા છે. બિહારના પ્રભારી તરીકે વિનોદ તાવડે, હરીશ દ્વિવેદીને સહપ્રભારી બનાવાયા છે. ઓમ માથુરને છત્તીસગઢ, નિતિન નવીનને સહ પ્રભારી, હરિયાણા વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત વાજપેયી, કેરળ પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશ મુરલીધર રાવ, પંજાબ વિજય રૂપાણી, તેલંગાણા તરુણ ચુગ, રાજસ્થાન અરુણ સિંહ, ત્રિપુરા મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળમાં મંગલ પાંડેને પ્રભારી બનાવાયા છે. જ્યારે સંબિત પાત્રાને સમગ્ર ઉત્તરપૂર્વની જવાબદારી સોંપવામાં આવી છે.
વિજય રૂપાણીએ ધાર્યું હોય તેના કરતા બમણું મળ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીનું મુખ્યમંત્રીપદ છિનવી લીધા બાદ તેઓ પાસે કોઇ જ જવાબદારી નહોતી. જો કે આખરે તેમને ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પંજાબ અને ચંદીગઢની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે રૂપાણીના દિગ્ગજ વ્યક્તિત્વ જોતા જ તેમને પંજાબ જેવો અઘરો ટાસ્ટ સોંપાયો છે. અત્રે નોંધનીય છે કે, પંજાબમાં સંગઠન સ્તર પર ભાજપ ખુબ જ નબળું છે. તેને અકાલી દળ જેવા અન્ય સ્થાનિક દળ પર આશ્રીત રહેવું પડે છે. જો કે રૂપાણીને સંગઠનના માસ્ટર ગણવામાં આવે છે. જેથી ભાજપ પંજાબમાં પહેલેથી જ વ્યવસ્થિત સંગઠન બનાવવાના ઇરાદા સાથે ઉતરી રહ્યું છે.
ADVERTISEMENT