Rupala Controversy: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ યથવાત છે. રૂપાલા દ્વારા ત્રણ વખત માફી માંગવામાં આવી છતાં હજુ પણ તેમની એક જ માંગ છે કે તેમની ઉમેદવારી રદ કરવામાં આવે. ત્યારે આ વચ્ચે આજે ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા મામલે ક્ષત્રિય સમાજનું 'અસ્મિતા મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. ધંધુકાના ચુડાસમા બોર્ડિંગ દ્વારા સ્વસ્તિક સોસાયટીમાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
જિલ્લાઓ અને તાલુકાઓ સુધી આ 'અસ્મિતા મહાસંમેલન' યોજાશે: પી.ટી. જાડેજા
રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ પણ આ મહાસંમેલનમાં ભાગ લીધો હતો. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પચાસ હજારથી વધુ લોકો વિરોધમાં સામે આવ્યા છે, આ સ્વયંભુ રોષ છે, વિરોધ પ્રદર્શનની આગળ પાછળ કોઈ નથી. અત્યારે તો ખાલી ધંધુકા તાલુકાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સમયમાં આ બીજા અનેક જિલ્લા અને તાલુકા સુધી પહોંચશે. તેમણે તો એવું પણ કહ્યું છે કે, ગામે ગામ ભાજપના આગેવાના સભા કે પ્રવેશ કરી શકશે નહીં. તેથી અમારી સરકારને નમ્ર વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો.
આ પણ વાંચો:- Anand માં નહેર ઓવરફ્લો થતા 200 વીઘામાં તૈયાર ટામેટાંનો પાક બરબાદ, ખેડૂતોની મહેનત પાણીમાં
કોણ-કોણ રહ્યું હાજર?
આ રોજ ધંધુકામાં યોજાયેલ આ મહાસંમેલનમાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જોડાયા હતા. જેમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા છે. રમજુબા જાડેજા, રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી જાડેજા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ સિવાય મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT