RTE Admission: RTE હેઠળ ખાલી પડેલી 8 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ માટે આજથી બીજો રાઉન્ડ શરૂ

RTE Admission: કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના અભ્યાસ માટે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર દર વર્ષે ધો.1માં મફત પ્રવેશ અપાય છે.

RTE Admission

RTE Admission

follow google news

RTE Admission: કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના અભ્યાસ માટે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર દર વર્ષે ધો.1માં મફત પ્રવેશ અપાય છે. જેની કામગીરી અંતર્ગત પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જે બાદ ખાલી પડેલી 8 હજાર જેટલી ખાલી બેઠકો પર પ્રવેશ માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ માટે વાલીઓ આજથી શાળાની પુનઃપસંદગી ઓનલાઈન કરી શકશે.

આ પણ વાંચો: માનવતા મરી પરવારી: ડોક્ટરે પૈસા કમાવવા અનેક 'જીવ' સાથે રમી રમત, તંદુરસ્ત બાળકોને બીમાર બતાવી પડાવ્યા કરોડો

વાલીઓને સ્કૂલની પસંદગીની મળશે તક

RTE હેઠળ બાળકના એડમિશન માટે બીજા રાઉન્ડની પ્રક્રિયા આજથી 8મે સુધી ચાલશે. આ દરમિયાન વાલીઓએ સ્કૂલની પસંદગી કરવાની રહેશે. ખાસ છે કે જે બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નથી મળ્યો તેઓ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકશે. ઉપરાંત સ્કૂલ બદલવી હોય તેવા વાલીઓ પણ ફરીથી સ્કૂલ પસંદગી કરી શકશે. જે વાલીઓ સ્કૂલ બદલવા ન માંગતા હોય તેઓ અગાઉ પસંદ કરેલી શાળા માન્ય રાખી શકે છે. નોંધનીય છે કે, આ વર્ષે RTEમાં પ્રવેશ માટે રાજ્યભરમાંથી 235300થી વધુ ફોર્મ ભરાયા હતા. જોકે ચકાસણી દરમિયાન તેમાંથી 15319 ફોર્મ રીજેક્ટ થયા હતા.

રાજ્યામાં RTE હેઠળ 45000થી વધુ બેઠકો

RTEની કોમન પ્રવેશ પ્રક્રિયા હેઠળ રાજ્યની 9800થી વધુ ખાનગી શાળાની 25 ટકા બેઠકો ઉપલબ્ધ હતી. જે કૂલ મળીને 45170 બેઠકો માટે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો હતો. પ્રથમ રાઉન્ડમાં 39979 સીટમાંથી 36607 બેઠકો ભરાઈ હતી. જ્યારે 3372 વાલીઓએ પ્રવેશ કન્ફર્મ ન કરતા તે સીટ ખાલી રહી હતી. ઉપરાંત પસંદગીના અભાવે 5191 બેઠકો સાથે 8536 સીટો ખાલી હતી. જેના માટે વાલીઓ બીજો રાઉન્ડ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે હવે આજથી શરૂ કરાયો છે.

આ પણ વાંચો: ભાજપના કાર્યકરોને ક્ષત્રિયોએ ભગાડ્યા, પ્રચાર કરવા ગયેલા નેતાજીને ગ્રામજનોએ ગામની બહાર કાઢ્યા

RTE documents:- ગુજરાત પ્રવેશ 2024-25 માટે જરૂરી દસ્તાવેજો

બાળકના દસ્તાવેજો:

  • જન્મ પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
  • જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
  • બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે

વાલીના દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
  • આવકનો દાખલો 

RTE 2024-25 માટે અરજી કેવી રીતે કરવી?

વાલીઓએ RTE ગુજરાતના ઓનલાઈન પોર્ટલ (https://rte.orpgujarat.com/) પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
ફોર્મ ભરતી વખતે, વાલીઓએ જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે.
ફોર્મ ભર્યા પછી, વાલીઓએ તેનો પ્રિન્ટ આઉટ કાઢી રાખવાનો રહેશે.

    follow whatsapp