RTE 2024-25 હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો 'પ્રારંભ', જાણો કેવી રીતે મળશે એડમિશન

RTE Gujarat Admission: શૈક્ષણિક વર્ષ 2024-25 માં RTE (Right to Education) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ (RTE admission process begins in Gujarat) છે. આજ થી તા.૨૬/૦૩/૨૦૨૪ના રાત્રીના 12:૦૦ કલાક સુધી અરજી કરી શકાશે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

RTE Gujarat Admission

જાણો કેવી રીતે મળશે એડમિશન

follow google news

RTE Gujarat Admission: શૈક્ષણિક વર્ષ 2024-25 માં RTE (Right to Education) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ (RTE admission process begins in Gujarat) છે. આજ થી તા.26/03/2024ના રાત્રીના 12:00 કલાક સુધી અરજી કરી શકાશે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

RTE પ્રવેશ પ્રક્રિયાની અરજી કરવા માટે અહીં ક્લિક કરો 

RTE 2024-25 માટે કોણ અરજી કરી શકે છે?
(RTE Gujarat Admission Eligibility)

  • જે બાળકોનો જન્મ 1 જૂન, 2018 થી 31 મે, 2019 ની વચ્ચે થયો હોય.
  • જે બાળકો ગુજરાતમાં રહેતા હોય.
  • જે બાળકોનું વાર્ષિક કૌટુંબિક આવક ₹1,00,000 થી ઓછી હોય.

RTE documents:- ગુજરાત પ્રવેશ 2024-25 માટે જરૂરી દસ્તાવેજો

બાળકના દસ્તાવેજો:

 

  • જન્મ પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
  • જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
  • બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે

વાલીના દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
  • આવકનો દાખલો 

RTE 2024-25 માટે અરજી કેવી રીતે કરવી?

વાલીઓએ RTE ગુજરાતના ઓનલાઈન પોર્ટલ (https://rte.orpgujarat.com/) પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
ફોર્મ ભરતી વખતે, વાલીઓએ જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે.
ફોર્મ ભર્યા પછી, વાલીઓએ તેનો પ્રિન્ટ આઉટ કાઢી રાખવાનો રહેશે.

શું છે RTE?

શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. 

    follow whatsapp