Chhota Udaipur: સરકાર દ્વારા ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં મોટી બેદરકારી સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને અપાતા ભોજનમાં વપરાતા અનાજના ભોજનની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું સામે આવી રહ્યું છે. છોટા ઉદેપુરની સરકારી શાળામાં ચાલતી આ લાલિયાવાડી સામે આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને શાળાએ જઈને ભારે હોબાળો મચાવ્યો હતો.
ADVERTISEMENT
બાળકો માટે મધ્યાહન ભોજનના અનાજમાં જીવડા
છોટાઉદેપુર જિલ્લાના આવેલી છોટાઉદેપુર પ્રાથમિક શાળા નંબર-2માં બાળકોને અપાતા મધ્યાહન ભોજનનું અનાજ બિલકુલ હલકી કક્ષાનું અને સડેલું હોવાનું સામે આવ્યું છે. વાલીઓને અનાજ સડેલું હોવાની ફરિયાદ મળતા તેમણે શાળામાં જઈને હોબાળો મચાવ્યો હતો અને ભોજનના રસોડામાં જઈ અનાજ જોતા તેઓ પણ ચોંકી ગયા હતા. જે રોટલી બનાવવા માટે ઘઉં વપરાતા તેમાં જીવાતો પડી ગઈ હતી. ખીચડી માટેના ચોખામાં પણ જીવાત નીકળી હતી.
ઢોર પણ ન ખાય એવું સડેલું અનાજ
અનાજમાં જીવાતો એટલી હદે હતી કે માણસે જમવાનું તો દૂર ઢોરને આપવામાં આવે તો તે પણ ન ખાય. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે મધ્યાહન ભોજનના જે સંચાલકો છે એ સારું અનાજ છે પોતાની રીતે સગેવગે કરી દે છે અને બાળકોને આવું જે સડેલા ઘઉં અને ચોખા છે એમાંથી મધ્યાહન ભોજન બનાવવામાં આવે છે. ત્યારે આ તરફ શાળાના આચાર્ય જે છે તેઓએ પણ કહ્યું હતું કે, જે અનાજ છે તે ખાવા લાયક નથી.
આટલી મોટી બેદરકારી માટે જવાબદાર કોણ?
ત્યારે મધ્યાહન ભોજનના સંચાલકો તો સામાન્ય મોહરા છે પરંતુ આની પાછળ તો જેને અનાજ સપ્લાય કરવાની જવાબદારી છે તે વિભાગ છે. એના મસ્ત મોટા કેટલાક અધિકારીઓ છે તેઓ જવાબદાર છે. કારણ કે મધ્યાન ભોજનમાં બાળકોને સારું અને સ્વાસ્થ્ય દાયક અનાજ મળે તેની જવાબદારી પુરવઠા વિભાગની હોય છે. ત્યારે શું આ બાબતે ઉચ્ચ કક્ષાએ પગલાં લેવાશે કે નહીં એ જરૂરી છે.
(નરેન્દ્ર પેપરવાલા, છોટા ઉદેપુર)
ADVERTISEMENT