સુરેન્દ્રનગરની કપડા ફેક્ટરીમાં રોકેટ પડતા આગ, ફાયરની 4 ટીમ ઘટના સ્થળે

સુરેન્દ્રનગર : આજે દિવાળીની ખુબ જ ભવ્ય ઉજવણી સમગ્ર ગુજરાતમાં થઇ હતી. પ્રકાશના આ પર્વની ઉજવણી કરવામાં ગુજરાતીઓ મંદિરથી માંડીને ઘર સુધી દરેક સ્થળે દિવડાથી…

gujarattak
follow google news

સુરેન્દ્રનગર : આજે દિવાળીની ખુબ જ ભવ્ય ઉજવણી સમગ્ર ગુજરાતમાં થઇ હતી. પ્રકાશના આ પર્વની ઉજવણી કરવામાં ગુજરાતીઓ મંદિરથી માંડીને ઘર સુધી દરેક સ્થળે દિવડાથી ઝગમડી ઉઠ્યા હતા. તો બીજી તરફ ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. જો કે ફટાકડાના કારણે કેટલાક સ્થળો પર આગની ઘટનાઓ પણ સામે આવી હતી.

સુરેન્દ્રનગરના જિનતાન ઉદ્યોગનગરમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રેડિમેડ કપડા બનાવતી નિરવ ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીમાં અચાનક આગ લાગી ગઇ હતી. રેડીમેડ કપડા બનાવતી આ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં રહેલા કાપડ સહિતનો કાચો માલ બળીને ખાખ થઇ ગયું હતું.

ફટાકડા કે રોકેટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઇ હતી. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સુરેન્દ્રનગર પાલિકાની 4 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની કવાયત હાથ હતી. ભારે જહેમતના અંગે આગ પર કાબુ મેળવાયો હતો. જો કે સદનસીબે આગમાં કોઇ જાનહાની થયાની માહિતી નથી.

    follow whatsapp