Vadodara Crime News: વડોદરામાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. જેમાં શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટારું વૃદ્ધાના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરીને ગળામાંથી સોનાની ચેઈન અને બુટ્ટી લૂંટી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે 2 શખ્સોની અટકાયત કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે.
ADVERTISEMENT
વડોદરામાં બન્યો લૂંટ વિથ મર્ડરનો બનાવ
મળતી માહિતી અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ભાઈલાલ પાર્ક ટેનામેન્ટમાં આજે સવારે લૂંટ વિથ મર્ડરની બનાવ બનતા પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો. જેમાં આજે સવારે 4 વાગ્યાની આસપાસ ભાઈલાલ પાર્ક ટેનામેન્ટમાં લૂંટારૂઓ ઘુસ્યા હતા, જે બાદ તેઓએ એક ઘરની લાઈટનો વાયર કાપી નાખ્યો હતો.
લૂંટારુંએ કર્યો હથિયારથી હુમલો
ઘરમાં લાઈટ જતાં ગરમી થતાં 70 વર્ષીય વૃદ્ધા સુખજિત કૌર ઘરની બહાર નીકળ્યા હતા. આ વેળાએ લૂંટારુંએ તેમના પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને તેમણે પહેરેલી સોનાની ચેઈને કાનની બુટ્ટી લૂંટીને ફરાર થઈ ગયા હતા. તો વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ વૃદ્ધાના પતિ હરવિંદરસિંહ દ્વારા પોલીસને કરવામાં આવી હતી.
પોલીસે ટીમો બનાવી
જેથી મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા પણ સ્થળે દોડી ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. લોકલ LCBની ટીમ, ડી સ્ટાફની ટીમ, DCP ક્રાઈમની ટીમ, PCB સહિતની ટીમો કામે લાગી છે.
પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો
પોલીસની પ્રાથમિક તપાસામાં સામે આવ્યું છે કે, હરવિંદરસિંહ અગાઉ ongc માં નોકરી કરતા હતા અને હાલમાં રિટાયર્ડ છે. 70થી 75 વર્ષના રિટાયર્ડ વયોવૃદ્ધ દંપતી એકલું રહે છે. તેમના પરિવારના અન્ય સભ્યો બહાર રહે છે.
ADVERTISEMENT