લૂંટ વિથ મર્ડરઃ જમીનના સોદા માટે આવેલા પિતા-પુત્ર પર ખુની હુમલો, 1 કરોડથી વધુની લૂંટ ચલાવી

Bhavnagar Crime News: ભાવનગર નજીક વાળુકડ ગામે સુરતથી જમીનના સોદા માટે વતન આવેલા પિતા-પુત્ર ઉપર 6 શખ્‍સોએ જીવલેણ હુમલો કરતાં પુત્રનું મોત થયું છે. જ્યારે…

gujarattak
follow google news

Bhavnagar Crime News: ભાવનગર નજીક વાળુકડ ગામે સુરતથી જમીનના સોદા માટે વતન આવેલા પિતા-પુત્ર ઉપર 6 શખ્‍સોએ જીવલેણ હુમલો કરતાં પુત્રનું મોત થયું છે. જ્યારે પિતાને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આરોપીઓ મૃતક અને ઈજા પામનાર પાસે રહેલા રોકડા 1 કરોડ રૂપિયા ઉપરાંતની રકમ લઈ નાસી છૂટતાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

જમીનના સોદા માટે આવ્યા હતા પિતા-પુત્ર

વાળુકડ ગામે થયેલી હત્‍યા અને લૂંટના આ સનસનીખેજ બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ, ભાવનગર નજીકના સીદસર ગામના વતની અને હાલ સુરત રહેતાં પટેલ વિપુલભાઈ તુલસીભાઈ લાઠીયા (ઉ.વ 36) અને તેમના પિતા નિલેશભાઈ લાઠીયા વતનમાં જમીનનો સોદો કરવા માટે 1 કરોડ 30 લાખની રોકડ રકમ લઈને મોડી રાત્રે ભાવનગર-સીદસર આવ્‍યા હતાં. જયાં 6 શખ્‍સોએ જમીનનો સોદો કરવા બાજુના વાળુકડ ગામે જવાનું કહેતા પિતા-પુત્ર વાળુકડ ગયા હતાં.

1 કરોડ ઉપરાંતની રોકડની લૂંટ

જયાં આ શખ્‍સો સાથે રકમ બાબતે બોલાચાલી થતાં અને ઝગડો ઉગ્ર બનતાં આ 6 શખ્‍સોએ પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી, તેમની પાસે રહેલા 1 કરોડ ઉપરાંતની રોકડની લૂંટ ચલાવી નાસી છૂટયા હતાં.

પોલીસનો કાફલો થયો દોડતો

આ બનાવની જાણ થતાં જ ભાવનગરથી પોલીસ કાફલો, વરતેજ પોલીસનો સ્‍ટાફ બનાવ સ્‍થળે દોડી ગયો હતો. ઘટનામાં હુમલાખોરોથી ઈજાગ્રસ્‍ત પિતા-પુત્રને ભાવનગરથી સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં પુત્ર વિપુલભાઈ લાઠીયાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પિતા નિલેશભાઈ સારવારમાં છે. આ બનાવથી ભારે દોડધામ મચી જવા પામી છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(રિપોર્ટઃ નીતિન ગોહેલ, ભાવનગર)

    follow whatsapp