કચ્છ: રાજ્યમાં આંગડિયા પેઢીમાં લૂંટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. ગાંધીધામમાં ભર બોપોરે આંગડિયા પેઢીમાં લૂંટ થઈ છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. અંદાજે એક કરોડ રૂપિયાની લૂંટ સામે આવી છે.
ADVERTISEMENT
આ અગાઉ પણ ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટના બનાવો બની ચૂક્યા છે. ત્યારે વધુ એક ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર ગાંધીધામમાં ભાર બપોરે પીએમ આંગણીયા પેઢીમાંથી રૂપિયા એક કરોડની લૂંટ કરી ચાર શખ્સો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવતા જિલ્લા ભરમા ચકચાર મચી જવા પામી છે. હાલ તો ઘટનાની જાણ ગાંધીધામ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા નાકાબંધી
આંગણીયા પેઢી તેમજ આજુબાજુના સીસીટીવી તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લૂંટની ઘટનાને લઈ પોલીસ દ્વારા નાકાબંધી પણ કરી દેવામાં આવી છે. ગાંધીધામ શહેરની જવાબર ચોક ખન્ના માર્કેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાથી હેલ્મેટ પહેરી હથિયાર બતાવી ચલાવાઈ લુંટ કરી ફરાર થઈ ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક વખત કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠયા છે. હેલમેટ અને હાથમાં પિસ્તોલ લઈ લૂંટ ચલાવતા સીસીટીવી આવ્યા સામે
(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ )
ADVERTISEMENT