અમદાવાદ: રાજ્યમાં લગ્ન બાદ હાથની સફાઇ કરી ભાગી જતી મહિલાઓના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં વસતા યુવાન સાથે છેતરપિંડી આચરી લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ. યુવાને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી છે. ત્યારે પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
યુવાને અનેક આશાઓ સાથે યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે નવ યુગલ અમદવાદ કાંકરીયાની પાળે ફરવા નીકડ્યા હતા. આ દરમિયાન યુવકે પોતાની પત્નીને કહ્યું રાહ જો, હું આવ્યો વાહન લઈને . આ દરમિયાન યુવાન જેવો વાહન લેવા ગયો અને બીજી બાજુ યુવતિ ભાગી ગઈ. યુવાને ચોતરફ શોધખોળ કરી પણ યુવતિની ક્યાંય પણ ભાળ ના મળી. સાથે સાથે દુલ્હનના સંબધી બનીને આવેલો શખ્સ રૂપિયા 1.60 લાખ પણ લઈને રફુચક્કર થઈ ગયો.
પોલીસે તપાસ શરૂ કરી
આ ઘટનાને લઈ આખરે યુવાને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી. ફરીયાદ પ્રમાણે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમદાવાદના નિકોલમાં વસવાટ કરતા યુવાનને મુંબઈની એક યુવતિએ ચુનો લગાવીને ફરાર થઇ ગઈ હતી. યુવતિ સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. આ પહેલા અમરેલીમાં પણ લૂંટેરી દુલ્હનની ગેંગ ઝડપાઇ હતી. આ ગેંગના દલાલ દ્વારા લગ્ન કરાવી આપવાના બહાને લગ્ન વાંછુક યુવકો પાસેથી લગ્ન કરવાના બહાને તેની પાસેથી પડાવવામાં આવતા હતા નાણાં, તો લગ્ન માટેના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી નોટરી કરાવી બાંહેધરી આપી અને ફૂલહાર લગ્ન કરાવતા હતા અને બાદમાં વિશ્વાસમાં લઈને થોડા દિવસ રહી લૂંટેરી મહિલા ભાગી જતી હતી. આ પદ્ધતિથી આ ગેંગ ષડયંત્ર રચીને લગ્ન વાંછુકોને ફસાવી નાણાં હેઠી લેવાની પ્રવૃતિઓ કરતા હતા.
આ પણ વાંચો: વધુ એક વખત માવઠાની આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ
સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ મામલો પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. જો કે યુવકની પત્નીના સબંધી બનીને આવેલો શખ્સ રૂપિયા 1.60 લાખ પણ લઈને રફુચક્કર થઈ ગયો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT