ધનેશ પરમાર.બનાસકાંઠાઃ ડીસામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર ઠેર ઠેર ગાબડાં પડતા છાશવારે નાના મોટા અકસ્માતોમાં માનવ જીવન હોમાય છે. આ મામલે તંત્ર મસ્ત અને પ્રજા ત્રસ્ત બનતા, જાહેર હિતમાં રોડ મેન્ટેનન્સ ન થતા જાગૃત વકીલ ધર્મેન્દ્ર ફોફણીએ કમિટીને નોટિસ પાઠવી હતી અને કોર્ટમાં ઘસેડવાની ચિમકી ઉચ્ચારી છે. આ મામલામાં ગંભીર પ્રકારની બેદરકારી નેશનલ હાઇવે ઓથોરિટીની બહાર આવી છે. જેમાં ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર એલિવેટેડ ઓવરબ્રિજ બન્યા બાદ નીચેના રસ્તાનો કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ ન કરાતા તેમજ રોડ પર અકસ્માતોની સંખ્યા વધતા ડીસાના જાગૃત વકીલ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપની તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલની રોડ સેફટી કમિટીને નોટિસ પાઠવવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યના સૌથી મોટા એલિવેટેડ ઓવર બ્રિજની આ છે દુર્દશા
ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર વર્ષોથી ભારે ટ્રાફિક રહેતા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. એલીવેટેડ ઓવરબ્રિજ બનતી વખતે નીચેના રસ્તા પર મોટા ખાડા પડી ગયા હતા. તેના પર કોન્ટ્રાક્ટરે રોડનું પેચ વર્ક અણધડ રીતે કરી નાખતા તેમજ હાલમાં પણ રોડ પર અનેક જગ્યાએ ખાડાઓ હોય અકસ્માતો થઈ રહ્યાં છે. આ ઉપરાંત હાઇવે પર રખડતા ઢોરોની સમસ્યાના કારણે પણ અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ રસ્તાની મેન્ટેન્ટ કરવાની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપનીની હોય છે. તેમજ તેની દેખરેખ માટે ડિસ્ટ્રીક લેવલની રોડ સેફટી કમિટી બનાવવામાં આવી છે.
સી આર પાટીલના શબ્દોમાં જ હતી ચેતવણી? નેતાઓને કહ્યું
અકસ્માતમાં લોકો મોતને ભેટ્યા છે અને તંત્રના કાનની જૂ પણ રેંગતી નથી: એડવોકેટ
જોકે વારંવાર અરજીઓ અને રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવેનું કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ ન થતા ડીસાના જાગૃત વકીલ ધર્મેન્દ્ર ફોફાણી દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ કંપની તેમજ રોડ સેફ્ટી કમિટીને એક માસ અગાઉ નોટિસ આપી મેન્ટેનન્સ કાર્ય કરવા જણાવ્યું હતું. આ અંગે એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું કે, નોટિસ આપ્યાના એક માસ બાદ પણ માત્ર આ કમિટીના સભ્ય એવા ટ્રાફિક પોલીસ દ્વારા તેમનો જવાબ જ લેવામાં આવ્યો છે પણ મેન્ટેનન્સ તેમજ સમસ્યાના નિવારણ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં રોડ એટલા ખતરનાક બની ગયા છે કે લોકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર એલીવેટેડ ઓવરબ્રિજ બની ગયો છે. એલીવેટેડ ઓવરબ્રિજમાં બ્રિજની ઉપર અને નીચેના ભાગે સમાંતર ટ્રાફિક વહન થતું હોય છે. જેથી હવે નીચેના રસ્તાને નેશનલ હાઇવે માંથી ડી નોટીફાઈડ કરી નગરપાલિકા અથવા માર્ગ અને મકાન વિભાગ ખાતાને સોંપી દે તો યોગ્ય રીતે તેનું મેન્ટેનન્સ થઈ શકે તેમ છે. નેશનલ હાઇવેના મેન્ટેનન્સની જવાબદારી હાઇવે પર ટોલ ઉઘરાવતી કંપનીની હોય છે. જેનું નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સર્વે કરી મેન્ટેનન્સ અંગે રિપોર્ટ કરવાનો હોય છે, પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ટોલ કંપનીને ફાયદો કરાવવા યોગ્ય સમયે તેનો રિપોર્ટ કરતા નથી.
કમ્પાઉન્ડરમાંથી જીવા કેવી રીતે કુખ્યાત ગેંગસ્ટર બન્યો…જાણો સંજીવ મહેશ્વરીની ક્રાઇમ કુંડળી
વધુમાં ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે પર રોડ અકસ્માત નિવારવા માટે ડીસ્ટ્રીક લેવલની રોડ સેફટી કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ હાઇવે ઓથોરિટી તેમજ ટોલ કંપની સાથે પરામર્શ કરી અકસ્માત ન થાય તે અંગેની કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ કમિટી દ્વારા જ નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતા જરૂર પડ્યે કમિટી સામે કન્ટેન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT