લોલંલોલ તંત્ર: એટલી હલકી ગુણવત્તાનો રોડ કે નેતાએ બોલવું પડ્યું કે થોડુંક તો વાપરો

વિરેન જોશી/ મહીસાગર : કરોડો રૂપિયાના ખર્ચે બનતા નવીન રોડમાં હલકી ગુણવત્તા વાળું કામ થઈ રહ્યા હોવાના ઉપ સરપંચ સહિત સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો હતો.…

gujarattak
follow google news

વિરેન જોશી/ મહીસાગર : કરોડો રૂપિયાના ખર્ચે બનતા નવીન રોડમાં હલકી ગુણવત્તા વાળું કામ થઈ રહ્યા હોવાના ઉપ સરપંચ સહિત સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો હતો. સંતરામપુર ડોલી મોરવા રોડ પાસે પાદેડી અડોર ગામે આવેલ નદીના પુલ ઉપર બની રહેલ આરસીસીના રસ્તાના કામમાં હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વપરાતું હોવાની આશંકાથી સ્થાનિક લોકોમાં રોષ હતો. ચોમાસામાં ડુંગર પરથી આવતા પાણીમાં આ રોડ ટકી શકશે નહી. સરકારના ધારા ધોરણ મુજબ નથી બની રહ્યો રસ્તો તો આના માટે કોણ જવાદાર કોણ તેવા સવાલો થઇ રહ્યા છે.

સંતરામપુર મોરવા રોડ પર 2600 મીટર નવો રોડ બનાવવા કરોડોની ગ્રાન્ટ
સંતરામપુર ડોલી મોરવા રોડ પર 2600 મીટર નવીન રોડ બનાવવા માટે 4 કરોડ 93 લાખ રૂપિયાની માતબર રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ સુરક્ષિત અને ઝડપી ટ્રાન્સપોર્ટેશન કરી શકે તે માટે મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટર જોડે નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવાડાવી છે.

આરસીસી નહી પરંતુ માટીનું કામ મજબુત હોય તેવી સ્થિતિ
આ રોડ પર પાદેડી અડોર ગામની હદ અને ઉબેર ગામની હદ વચ્ચે આવેલ નદીના પુલ ઉપર 255 મીટર આરસીસી રસ્તાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે પહેલા આ માર્ગ ડામર માર્ગ હતો અને હમણાં છે તેની ઉપર માત્રને માત્ર સીધેસીધું કોઈપણ જાતનું ખોદકામ કર્યા વગર આરસીસી કોંક્રેટનું મિશ્રણ કરીને રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

કોઇ પ્રકારની તૈયારી વગર સીધો જ રોડ બનાવી દેવાયો
કોન્ટ્રાક્ટર દ્વારા જે રસ્તો બનાવવામાં આવે છે તે રસ્તાને જેસીબીથી પૂરેપૂરો સાફ-સફાઈ કર્યા વગર અને તેમાં નક્કી કરેલું સ્ટીલ લોખંડ અને ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું નથી. જેને લઈને આ માર્ગ વહેલામાં વહેલી તકે તૂટી જશે તેવા આક્ષેપો સ્થાનિક લોકો લગાવી રહ્યા છે.

ભારે વાહન વ્યવહાર વાળો રસ્તો છતા કોન્ટ્રાક્ટરની બેદરકારી
સ્થાનિક લોકો તેમજ ડેપ્યુટી સરપંચના જણાવ્યા અનુસાર ઉમવેર અને પાદરડી ગામની હદ ઉપર આવેલ નદીના પુલ ઉપર સતત 24 કલાક રાહદારીઓની વાહન ચાલકોની અવર-જવર રહે છે. પૂલની ઉપર મોટો ડુંગર આવેલો છે. ડુંગરમાંથી સતત પાણી વહ્યા કરે છે. ચોમાસા દરમ્યાન વરસાદના કારણે પાણી ખૂબજ વધી જવાને કારણે દર વર્ષે આ માર્ગ જર્જરીત થઈ અને તૂટી જાય છે.

રોડ એટલો તકલાદી કે એક જ વરસાદમાં ધોવાઇ જશે
જેથી આ માર્ગને આરસીસીથી બનાવવામાં આવી રહ્યો છે ત્યારે તેમાં સારી ગુણવત્તા વાળા સિમેન્ટ રેતી કપચી તે વાપરવામાં આવ્યું ન હોવાને લીધે હાલમાં સ્થળ ઉપર બની રહેલો રોડ એકદમ તકલાદી જણાઇ આવે છે જે લાંબો સમય સુધી ટકી શકે તેમ નથી જેને લઇને ગ્રામજનો એ માંગણી કરી છે કે જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે તેને સારી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરીને રસ્તો બનાવવામાં તેવી માંગ કરી રહ્યા છે

ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા
ગ્રામજનો દ્વારા લગાવવામાં આવતા આક્ષેપો બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીની બાઈટ માટે ગુજરાત તક સંવાદદાતા વીરેન જોશીએ જવાબદાર અધિકારીઓનો વારંવાર સંપર્ક કરતા અધિકારીઓ એક બીજાને ખો આપતા જોવા મળ્યા હતા અને બાઈટ આપવું મુનાસીબ માન્યું નહતું

    follow whatsapp