ભરૂચઃ ગુજરાતમાં ફાસ્ટ વાહન ચલાવવામાં કેટલીય જીંદગીઓ હોમાઈ ગઈ છે. વાહનની સટાસટ સ્પીડનો રોમાંચ ઘણા પરિવારોને વેર વિખેર કરી ચુક્યો છે છતા આ સટાસટી અંગે જાગૃત્તા આવતી જ નથી જાણે કે લોકોએ જાતે જ રોડ પર આ સટાસટ દોડતા મોતને છૂટો દૌર આપવાનું નક્કી કર્યું હોય તેવું ઘણી વખત લાગી આવે છે. આવી જ એક ઘટના ભરૂચના હાંસોટમાં બની છે. જ્યાં બે કાર ભટકાતા ચાર વ્યક્તિના મોત થયા છે. મૃતકોની લાશ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. જ્યારે આ તરફ એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે.
ADVERTISEMENT
‘સાહેબના સન્માન ખાતર આંદોલન સમેટ્યું’- ખેડૂતોની ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક પછી જાહેરાત- Video
કરુણ ઘટના જોઈ લોકોના મન પણ દુભાયા
ભરૂચના હાંસોટના અલવા ગામ નજીક બે કાર સામ સામે ભટકાઈ હતી. વાહનોની ઝડપ કેટલી હશે તેનો અંદાજ વાહનોની હાલત જોઈને જ આવી જાય છે. બંને કારના કચ્ચરઘાણ વળી ગયા છે. આ ઘટનામાં ત્રણ મહિલા અને એક પુરુષનું મોત થયું છે. આ ઘટનામાં જોકે એક બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. આ ઘટનામાં હ્યુન્ડાઈ વેન્યુ કાર રજિસ્ટર નંબર GJ. 16. DG. 8381 અને હ્યુન્ડાઈ વર્ના કાર GJ.06.FQ.7311 વચ્ચે અકસ્માત થયો હતો. ભરૂચના રેડીમેડ ગાર્મેન્ટના વેપારીના નામે હ્યુન્ડાઈની વર્ના કાર નોંધાયેલી છે જ્યારે વેન્યુ કાર ભરૂચના હિરેન્દ્રસિંહના નામે નોંધાયેલી છે. હવા સાથે વાત કરતા આ બંને કાર સ્ટીયરિંગ પર કાબુ ના રહેતા એક બીજા સાથે ભટકાઈ હતી અને તેમાં અન્ય લોકોના મોત થયા છે. ચાર વ્યક્તિના મોતને લઈને અહીં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા પરંતુ આ એક કરુણ ઘટનાને જોઈ સહુના મન દુભાયા હતા.
ADVERTISEMENT