રિવાબા જાડેજા પણ થયા હતા ડિપ્રેશનનો શિકાર, મંચ પરથી કિસ્સાને યાદ કરતા શું બોલ્યા?

Rivaba Jadeja: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ હાલમાં અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતે ડિપ્રેશનમાં આવી ગયા હોવાની વાત સ્વીકારી હતી. કોલેજકાળના સમયને…

gujarattak
follow google news

Rivaba Jadeja: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ હાલમાં અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતે ડિપ્રેશનમાં આવી ગયા હોવાની વાત સ્વીકારી હતી. કોલેજકાળના સમયને યાદ કરતા રિવાબાએ જણાવ્યું હતું કે કેવી રીતે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા.

કેમ ડિપ્રેશનમાં પડ્યા હતા રિવાબા?

સાબરમતી સંવાદ 2023 નામના કાર્યક્રમમાં રિવાબાએ જાહેરમાં કહ્યું હતું કે, તેમનું બાળપણથી જ દેશ સેવાનું સ્વપ્ન રહ્યું હતું. દેશ સેવામાં જોડાવા માટે તેમને એરફોર્સ પ્રત્યે ઘણો લગાવ હતો. તેઓ તેમનું આ સ્વપ્ન પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા હતા. જોકે આ સમયે જ તેમની સગાઈ રવિન્દ્ર જાડેજા સાથે થઈ ગઈ, દરમિયાન તેઓ માનસિક રીતે ડિપ્રેશનમાં આવી ગયા હતા.

રિવાબાએ કહ્યું હતું કે, સગાઈ બાદ પણ તેમને દેશસેવા કરવાની ઈચ્છા હતી અને તેમના ઘરે દીકરીનો જન્મ થયો. બાદમાં તેમનામાં દેશ સેવાને લઈને ઈચ્છા હતી અને રવિન્દ્ર જાડેજાએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને સાથ પણ આપ્યો હતો. જે બાદ તેઓ રાજકારણમાં આવ્યા અને આજે જામનગરથી ચૂંટણી લડીને ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા છે.

    follow whatsapp