Ravindra and Rivaba Jadeja: જામનગરમાં રહેતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઈન્ટરવ્યૂની ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદથી ચકચાર મચી ગઈ છે. ઓડિયોમાં પિતા રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજા સાથે કોઈ સંબંધ ન હોવાનું કહે છે. જોકે આ બાદ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સમગ્ર બાબત એક તરફની હોવાનું કહ્યું હતું. આ વચ્ચે રિવાબા જાડેજાને જાહેર કાર્યક્રમમાં સસરાના આરોપો અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જે સાંભળતા જ રિવાબા ગુસ્સામાં આવી ગયા હતા.
ADVERTISEMENT
જામનગરમાં રિવાબાને કેમ આવ્યો ગુસ્સો?
પ્રધાનમંત્રી આવાસના લોકાર્પણના કાર્યક્રમનું આજે આયોજન કરાયું હતું. જામનગરમાં કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમને સસરાના ઈન્ટરવ્યૂ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ સાંભળતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને કહી દીધું કે, 'આજનો આ માહોલ, આપણે શેના માટે એકત્રિત થયા છીએ. એના માટે આપ મને વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.' તેમનો આ વીડિયો પણ સામે આવ્યો છે.
પિતાએ રવિન્દ્ર જાડેજા પર કર્યા હતા આક્ષેપ
નોંધનીય છે કે, આ પહેલા દિવ્ય ભાસ્કરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અનિરુદ્ધસિંહ જાડેજા પુત્ર રવિન્દ્ર અને પુત્રવધુ રિવાબા જાડેજા વિશે ગંભીર આરોપો લગાવે છે. તેમણે રવિન્દ્ર અને રિવાબા સાથે કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું અને 5 વર્ષથી પૌત્રીનું પણ મોઢું ન જોયું હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રવિન્દ્રના લગ્નના બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો જ રહું છું. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં, એને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું હતું.
ADVERTISEMENT