Ravindra Jadejaના પત્ની રીવાબાએ આ રીતે સમાજસેવાથી ઉજવ્યો પોતાનો જન્મદિવસ

દર્શન ઠક્કર/જામનગર: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) પત્ની રીવાબા જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રીવાબા તેમની દીકરીના જન્મદિવસની દર વર્ષે અનોખી…

gujarattak
follow google news

દર્શન ઠક્કર/જામનગર: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના (Ravindra Jadeja) પત્ની રીવાબા જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રીવાબા તેમની દીકરીના જન્મદિવસની દર વર્ષે અનોખી રીતે કરી સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે આજે તેમણે પોતાનનો જન્મદિવસ પણ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો.

અગ્નિવીરો માટે કરાવી કેમ્પની શરૂઆત
રીવાબાએ આજથી અગ્નિપથ યોજના હેઠળના અગ્નિવીરોને તેમના ભવિષ્ય અને પ્રેરણા અર્થે 45 દિવસના તાલીમ કેમ્પનો પ્રારંભ કરાવ્યો છે. અગ્નિવીરોને યોગ્ય તાલીમ સ્થળ મળી રહે તે માટે અલગ અલગ જગ્યાએ છ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ તાલીમ કેમ્પમાં સક્ષમ અને અનુભવી એક્સ સર્વિસમેન તાલીમ આપશે. આજે સવારે બાળા ગામેથી આ તાલીમ કેમ્પનો રીવાબાએ પ્રારંભ કરાવ્યો હતો. આ કેમ્પો બાળા, ફલ્લા, મોટા વાગુદળ, નારણપર, લાખાબાવળ, મોટી ખાવડી સહિતના ગામોમાં આ કેમ્પો આજથી કાર્યરત થયો છે.

મહિલા-બહેનોમાં જાગૃતિ કેળવવા માર્ગદર્શન આપ્યું
આ ઉપરાંત રીવાબા જાડેજાએ આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ગ્રામીણ વિસ્તારોના પ્રવાસ અને બહેનો સાથે સંપર્ક મુલાકાત કરી બહેનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જરૂરી માહિતી આપી હતી. સાથે જ તેમણે કન્યા કેળવણી, શિક્ષણ અંગે જાગૃતિ અંધશ્રધામાંથી બહેનો બહાર આવે અને જાગૃતિ કેળવાયએ માટે માર્ગદર્શન આપ્યું હતું. નોંધનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને રીવાબાએ દીકરીના જન્મદિવસની ખાસ ઉજવણી પર શુભેચ્છા પાઠવી હતી.

    follow whatsapp